દાહોદવાસીઓને ડેન્ગ્યૂનો ડામ : ગોધરામાં કમળાએ માંથુ ઉંચક્યુ

Dahod - દાહોદવાસીઓને ડેન્ગ્યૂનો ડામ : ગોધરામાં કમળાએ માંથુ ઉંચક્યુ

દાહોદ શહેરમાંથી રોગચાળો દૂર થવાનું નામ જ નથી લઇ રહ્યો. હવે શહેરનો સૌથી મોટો મુસ્લિમ વિસ્તાર કસ્બા અને મોટા ઘાચીવાડા તેની ઝપટમાં આવ્યું છે. અહીં ગંદકી અને મચ્છરના ઉપદ્રવ અને પાણીમાં ખામીને કારણે ઘરે-ઘર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને ટાઇફોઇડના કેસોનું પ્રમાણ સૌથી વધુ હોવાથી અહીંની પ્રજા ભયભિત જોવા મળી રહી છે. છેલ્લા વીસ દિવસમાં આ વિસ્તારમાં ડેન્ગ્યૂના 50 અને ચિકગુનિયાના 100થી વધુ કેસો સામે આવ્યા હતાં. ત્યારે હાલ પણ અહીં લોકો રોગનો ભોગ બનેલા હોવાથી વિસ્તારના દવાખાના તો ઉભરાઇ રહ્યા છે સાથે લોકો સાજા થવા માટે વડોદરા દોટ મુકી રહ્યા છે. હાલમાં વિસ્તારના 9 લોકોને ડેન્ગ્યૂ અને 11 લોકોને ચિકગુનિયા હોવાથી વડોદરાના ખાનગી દવાખાનામાં

…અનુ. પાન. નં. 2

દાહોદ શહેરના ઘાંચીવાડામાં વ્યાપ્ત ગંદકી. તસવીર સંતોષ જૈન

કયા-કયા લત્તા અસરગ્રસ્ત

ખડકી, દલાલ ફળીયું

જુમ્મા મસ્જીદ વિસ્તાર

બારીયાવાડ

ખાન ઉકરડા

પટેલ ફળીયું

છીતલ ફળીયુ

ડાબીયાલનો વાડો

પટેલીયાવાડ

હાટડીયા વિસ્તાર ફળીયું

ગરીબ દર્દીઓ માટે ફાળો કરવો પડે છે

વિસ્તારમાં ઘરે ઘર લોકો બીમાર પડ્યા છે. આર્થિક ક્ષમતા નથી તેવા લોકોને ફાળો કરીને દવાખાને મોકલીયે છીયે. સુધરાઇ સભ્યોને રજૂઆત કરતાં કોઇ સાંભળતુ ન હોવાનું કહે છે. વિસ્તારમાં સફાઇ અને ફોગિંગ થાય તે જરૂરી બન્યું છે.સકીલભાઇ જાડા, સ્થાનિક રહિશ

પાલિકાએ ધ્યાન આપવું જોઇએ

અમે ડેન્ગ્યૂ પોઝિટિ હોવાના લોકોના રિપોર્ટ સોશિયલ મીડીયા ઉપર વાયલર કરતાં કાઉન્સિલર નજમુદ્દીને નગર પાલિકને ઉદ્દેશીને લખેલો પત્ર વાયરલ કર્યો હતો. આ પત્ર જવાબદારોને મળ્યો છે કે નહીં અમને ખબર નથી. લોકો ઘણા પરેશાન છે. નગર પાલિકાએ ધ્યાન આપવું જોઇએ.સુફીયાનભાઇ મેવાતી, સ્થાનિક રહિશ

દાહોદ શહેરના કસ્બા-મોટા ઘાંચીવાડામાં રોગચાળો ફાટતાં પ્રજા ભયભિત બની

હાલમાં 21 દર્દીઓ દાખલ છે

છેલ્લા વીસ દિવસમાં મોટા ઘાંચીવાડા વિસ્તારના 50 ડેન્ગ્યુ પોઝિટિ અને 100થી વધુ કેસ ચિકનગુનિયાના આવ્યા છે. હાલમાં મારી પાસે 9 ડેન્ગ્યૂ અને 11 દર્દી ચિકન ગુનિયાના દાખલ છે.ડો.મહોમ્મદહુસેન, ફેથ હોસ્પિટલ, વડોદરા

ગોધરાના કડીયાવાડથી સાવલીવાડ સુધી 20થી વધુ કમળાની ઝપેટમાં

ભાસ્કર ન્યુઝ | ગોધરા

ગોધરાના આર્શીવાદ સોસાયટી બાદ વોર્ડ-5ના કડીયાવાડ, જુના ગરોડવાસ, નવરચના હાઇસ્કુલ પાસેના નદી પર, તાઇવાડ તથા સાવલસીવાડ વિસ્તારમાં પીવાના પાણી માં દુષિત પાણી આવી જતાં વિસ્તારના 20 થી વધુ રહીશો કમળાની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા એક અઠવાડીયાથી વિસ્તારમાં એક બાદ એક પાણી જન્ય કમળો થતાં ખાનગી દવાખાના ઉભરાવા લાગ્યા હતા. જયારે કેટલાક દર્દીઓને દવાથી કોઇ ફરક ન પડતાં તેઓને વડોદરા ખસેડવામાં આવ્યા હતા. અગાઉ સાવલીવાડ વિસ્તારમાં કમળાના વાવડમાં એકનું શંકાસ્પદ મોત થયું હતું ત્યારે આજ વિસ્તારમાં ફરીથી કમળાએ માથું ઉચકતાં રહીશો ભય ફેલાય ગયો હતો. નગર પાલીકાને મૌખીક જાણ સ્થાનિક કાઉન્સીલરે કરીને પાણીના સેમ્પલ નગર પાલીકા જમા કરાવ્યા હતા. પરંતું

…અનુ. પાન. નં. 2

ગોધરાના કડીયાવાસ વિસ્તારના કમળાના દર્દીઓ. તસ્વીર હેમત સુથાર

ચિકનગુનીયાના 5 કેસ

કૃષ્ણ સિનેમા વિસ્તારમાં કેટલાક રહીશો ચિકન ગુનિયાની ઝપટમાં આવી ગયા છે. 5થી વધુ ચિકન ગુનિયાના દર્દીઓ મળી આવ્યાં છે. ચિકનગુનિયા અને કમળાના વાવડને લઇને આરોગ્ય વિભાગ તથા પાલિકા દ્વારા જરૂરી પંગલા ભરીને રોગચાળાને કાબુ લેવાની સ્થાનિક કાઉન્સીલરે માંગ કરીહતી.

નોટિસની પરવા નથી

ગોધરા પાલિકાને સ્વચ્છાતા અને મચ્છરના ઉપદ્રવને ડામવાના જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ ફટકારી હતી. પરંતુ નગર પાલિકાના ચીફ ઓફિસર નોટીસની પરવા કર્યા વગર ગોધરા શહેરને રોગચાળા મુકત કરવાને બદલે મને નોટિસ મળી નથી તેમ કહીને હાથ ઉધ્ધર કરી દીધા હતા. ત્યારે આ વિસ્તારમાં અગાઉ પણ કમળાને રોગચાળાને લઇને આરોગ્ય વિભાગ દ્વારા જે તે સમયે નોટિસ ફટકારી હતી.

9 ડેન્ગ્યૂ અને 11 ચિકનગુનિયાના દર્દીઓને સારવાર માટે દાહોદથી વડોદરામાં દાખલ કરાયાં

વડોદરા સારવારમાં લઇ ગયા

મારી દિકરી તથા જમાઇને છેલ્લા એક અઠવાડીયાથી કમળો થયો છે. અહીની દવાથી કોઇ ફરક ન પડતાં તબિયત વધુ લથડતાં તેઓને વડોદરા ખાતે સારવાર માટે દાખલ કર્યા છે.શબ્બીરભાઇ મિસ્ત્રી, સ્થાનીક રહીશ

આરોગ્ય ટીમે સર્વે ચાલુ કર્યા

આરોગ્યની ટીમ દ્વારા વિસ્તારમાં પહોચીને ઘરે ઘરે તપાસ હાથ ધરી 15 કમળાના દર્દીઓ શોધી કાઢીને રીપોર્ટ બનાવાની કામગીરી ચાલુ કરી છે. હજુ પુરા વિસ્તારમાં સર્વે કરાશે અને કમળો પાણી જન્ય રોગ હોવાથી કોઇ પાણીની પાઇપ લાઇન લીકેજ થઇ જવાથી દુષિત પાણીને લીધે કમળો થાય છે.ડો.સુરેન્દ્ર જૈન, આરોગ્ય અધિકારી, પંચમહાલ


Related News

Comments are Closed

%d bloggers like this: