દાહોદવાસીઓએ બેફિકરા બની સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ધજાગરા ઉડાડ્યાં

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

કોરોનાકાળમાં દાહોદ વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ત્રણ સપ્તાહથી રવિવારે પણ વ્યવસાય કરવાની છૂટ મળ્યા બાદ કોરોનાનું સંક્રમણ પણ નોંધનીય પ્રમાણમાં ઘટતા દાહોદવાસીઓ જાણે કે 7-8 મહિનાના કરફ્યૂમાંથી બહાર નીકળતા હોય તે રીતે બિન્દાસ બની ફરતા નજરે ચડ્યા હતા. રવિવારે શહેરની આસપાસના ફરવાલાયક સ્થળો લોકોની ચિક્કાર ભીડથી ઉભરાયા હતા. તો સાંજના સમયે શહેરમાં ઓવરબ્રિજથી લઈ સ્ટેશન રોડ અને રાત્રિબજારમાં પણ મેદની ઉમટી હતી. મોટાભાગના માસ્ક કે સોશિયલ ડિસ્ટંન્સિંગના નિયમના ધજાગરા ઉડાવતા હોય એ રીતે નચિંત બની ગયા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: