દાહોદમાં Rs.300નું નુકસાન વેઠી માર્કેટમાં જ પાક વેચતાં ખેડૂતો

મકાઇ-ડાંગરનો ટેકાનો ભાવ જાહેર કરાયો છતાં નિરસતા : 17 દિવસમાં માત્ર 19 ખેડૂતો દ્વારા રસ દાખવાયો મકાઇ: ટેકાનો…

 • Dahod - latest dahod news 022132

  ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા દાહોદ જિલ્લામાં મકાઇ અને ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી. 13 ઓક્ટોબરના રોજ મંત્રી જશવંતસિંહ ભાભોરના અને મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે એ.પી.એમ.સી., દાહોદ ખાતે નિયત ખરીદ કેન્દ્રો ઉપરથી ખરીદીનો પ્રારંભ આવ્યો હતો. ટેકાનો પ્રતિ ક્વિન્ટલે મકાઇનો 1700 અને ડાંગરનો 1770 ભાવ નક્કી કરાયા હતો. ઉદ્ઘાટન સમયે ખેડૂતોએ 32 ક્વિન્ટલ ઉપર મકાઇનું વેચાણ કરી Rs.54,400નું વળતર મેળવ્યુ હતું. જોકે, ત્યાર બાદ 17 દિવસના સમય ગાળામાં ટેકાના ભાવે દાહોદ, ધાનપુર અને ગરબાડાના કેન્દ્ર ઉપર મકાઇ વેચવામાં 17 અને ડાંગર વેચવામાં માત્ર 2 ખેડુતોએ રસ દાખવ્યો છે. માર્કેટમાં દરરોજ ભાવ બદલાય છે ત્યારે ટેકાના ભાવ કરતાં માર્કેટમાં ક્વિન્ટલે સરેરાશ 300 રૂપિયા ઓછા મળતા હોવા છતાં ખેડુતો ટેકાના ભાવે પાક વેચવા તૈયાર નથી. ટેકાના ભાવે પાક વેચવા માટે વિવિધ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોવાથી તેઓ નુકસાન વેઠીને પાક માર્કેટમાં વેચી રહ્યા છે.

  સપ્તાહની મકાઇ-ડાંગરની આવક

  તારીખ મકાઇ (ક્વિ.) ડાંગર (ક્વિ.)

  22 4448 3160

  23 4475 791

  24 3482 1287

  25 5653 538

  26 4141 607

  27 4725 567

  29 4418 1750

  કેટલો પાક વેચાયો

  પાક ખેડુતો જથ્થો(ક્વિ.) વળતર

  મકાઇ 17 175 Rs.297500

  ડાંગર 2 14.60 Rs.25550

  દાહોદ માર્કેટમાં ખેડૂતોએ મકાઇનું વેચાણ કર્યુ હતું.

  ટેકાના ભાવમાં રસ નહીં લેવાના કારણો

  7/12 તેમજ 8/અ ના ઉતારાની નકલ તેમજ ખેડુત પોથી સાથે લઇ જવી પડે છે

  પાકનો નમૂનો આપવો પડે છે ,નમૂનો પાસ થયા બાદ વેચાણ અર્થે લેવાય છે

  પાક 14 ટકાથી વધુ ભેજ વાળો હોય તો પરત મોકલાતાં મજુરી માથે પડે છે

  ખરીદ કરાયેલા પાકની કિંમતનો ચેક આપવામાં આવે છે

  પાણી પત્રકમાં નોંધ કરાવવી પડે છે

  ત્રીજે દિવસે રૂપિયા ખેડૂતના હાથ લાગતાં હોય છે, માર્કેટમાં રોકડ મળે છે

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: