દાહોદમાં 62 દિવસની મહેનતે ધામણના 12 બચ્ચા ઈંડા ફોડી કાઢ્યાં

દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ

  • કૉપી લિંક

રાજપોર ગામે ઘરની બહાર કોબ્રા સાપ જોવાયાનો કોલ આવતા પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ્દ આકાશ પસાયા તેના રેસ્ક્યૂ માટે ગયા હતા.

  • રાજપોર ગામે કોબ્રાથી બચાવી ધામણના ઈંડાને કુદરતી વાતાવરણ પૂરું પાડ્યું

બે માસ પૂર્વે દાહોદ નજીકના રાજપોર ગામે એક ઘરની બહાર એક કોબ્રા જોવાતો હોવાનો કોલ આવતા પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ્દ આકાશ પસાયા તેના રેસ્ક્યૂ માટે ગયા હતા. ત્યારે રાજપોર ગામે ઘરની બહાર એક દરમાં ભરાઈ ગઈ ગયેલ કોબ્રાને પકડવા જતા કોબ્રાની સાથે બફસ્ટ્રીપ કીલબેક (પીટ પટિત) નામે બિનઝેરી સાપ પણ જોવાતા તેને બંને સાપને રેસ્ક્યૂ કર્યા હતા. બાદમાં દરને ફંફોસતા તેમાંથી 12 ઈંડા પણ હાથ લાગ્યા હતા.

જે બહાર કાઢ્યા બાદ ધામણ સાપના હોવાની જાણ થઈ હતી. ધામણના એક સાથે 12 ઈંડા જોવાતા તેને તેઓ પોતાના ઘરે લઈ આવ્યા હતા‌. પ્રકૃતિ મિત્ર મંડળની સાપ રેસ્ક્યૂ કરતી ટીમના સભ્યોએ લાગલગાટ બે મહિના સુધી તે ઈંડાને કુદરતી રીતે જ માવજત મળે તેવું વાતાવરણ ઊભું કરી ધામણના ઈંડામાંથી બચ્ચા ક્યારે બહાર આવે તેની રાહ જોતા હતા. તેવામાં તારીખ 29.8.20ને શનિવારે આ ઈંડામાંથી વારાફરતી એક બાદ એક 12 બચ્ચા બહાર આવી જવા પામ્યા હતા.

આમ, પ્રકૃતિ મિત્ર મંડળની સ્નેક રેસ્ક્યૂઅર ટીમની પ્રકૃતિ પ્રેમીની હૂંફસભર માવજતથી દાહોદમાં એક સાથે ધામણના 12 બચ્ચા જન્મવાનો સૌ પ્રથમ કિસ્સો બનતા પ્રકૃતિપ્રેમીઓ ખુશખુશાલ થઈ જવા પામ્યા હતા. બાદમાં રવિવારે દાહોદ નજીકના એક વન્ય વિસ્તારમાં તમામ બચ્ચાઓને સલામત રીતે કુદરતી વાતાવરણમાં છોડી મુકવામાં આવ્યા હતા.

નાગના દરમાંથી ધામણના 12 ઈંડા ઘરે લાવ્યા
બે મહિના અગાઉ નાગના દરમાંથી મળેલા ધામણના 12 ઈંડા ઘરે લાવ્યા બાદ પ્રકૃતિ મિત્ર મંડળના મારા સાથી મિત્રોએ મારા ઘરની બહાર ભાગે ઈંડાને રેતી, સૂકા પાંદડા અને લીલી ઘાસને માટી સાથે ભેળવી તેમાં થોડાં બહારના ભાગે જોવાય તે રીતે ઈંડા મુક્યા હતા. બાદમાં તેના ઉપર દરરોજ પાણી વડે સ્પ્રે કરતો હતો. જ્યારે ઠંડક જેવું વાતાવરણ લાગતું ત્યારે લાઈટ વડે ગરમી પણ આપતો હતો. શનિવારે જ્યારે વારાફરતી બચ્ચાનો પ્રસવ થયો ત્યારે મને અને મારા તમામ સાથે મિત્રોને ખુબ ખુશી થઈ હતી. >આકાશ પસાયા, રેસ્ક્યૂઅર સર્પવિદ્દ

0






Related News

Comments are Closed

%d bloggers like this: