દાહોદમાં 6 મહિના પહેલા જ લગ્ન કરનારા દંપતિએ એક સાથે ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

દાહોદના દેલસર વિસ્તારમાં આવેલા સરસ્વતીનગર સોસાયટીમાં દંપતિ જીવન ટૂંકાવ્યું

  • married a couple commited suicide in dahod, marry before 6 month

    દાહોદના દેલસર વિસ્તારમાં આવેલા સરસ્વતીનગર સોસાયટીમાં દંપતિ જીવન ટૂંકાવ્યું

    દાહોદઃ રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીની સાથે સાથે આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ધણીવાર લોકો સામાન્ય બાબતમાં પણ આત્યંતિક પગલું ભરી લે છે. આજે દાહોદના દેલસર વિસ્તારમાં આવેલા સરસ્વતીનગર સોસાયટીમાં છ મહિના પહેલા જ લગ્ન કરનારા દંપતિએ એક સાથે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે.

    પોલીસ પણ જાણી શકી નથી કારણ

    પોલીસને આ અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ મૃતદેહને નીચે ઉતારીને આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં દંપતિની આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. આ અંગે એટલું જાણવા મળ્યું હતું કે, દંપતીના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. જેમણે અગમ્ય કારણોસર આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: