દાહોદમાં 4 માસથી ઝુલતી બાંધકામ પરવાનગીની 25 અરજીને મોક્ષ મળશે

બાંધકામના પ્લાન ત્રણ માસ સુધી ઓફલાઇન મંજૂર કરવાના નિર્ણયથી હર્ષ ગેરકાયદે બાંધકામ કરનારા મંજૂરી લેવા…

  • Dahod - દાહોદમાં 4 માસથી ઝુલતી બાંધકામ 
 પરવાનગીની 25 અરજીને મોક્ષ મળશે

    સરકાર દ્વારા ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમથી લોકોને 24 કલાકમાં બાંધકામની ઓનલાઇન મંજુરીનો નિયમ મે 2018થી લાગુ કરાયો હતો. જોકે, સાઇટ ઉપર બાંધકામની મંજુરી માટેના દસ્તાવેજો અપલોડ થતાં ન હતાં આ સાથે અપલોડ કરેલી અરજીની 10 દિવસ સુધી ખબર જ પડતી નથી. GDCRના નિયમો મુજબ પ્લાન અપલોડ કરવામાં આવે તો પણ સોફ્ટવેર સ્વિકારતું ન હતું. પ્રિ ડીસીઆરમાં પ્લાન બનાવ્યા પછી ખુદ એન્જીનિયરને શું ભુલ છે તેની જાણ ફી ભર્યા બાદ દસ દિવસે ખબર પડતી ન હતી . દાહોદ શહેરમાં બાંધકામ ક્ષેત્રે નિરાશા જોવા મળી હતી. મે માસથી માંડી અત્યાર સુધી કોમર્શિયલ અને રેસીડેન્સીયલ બાંધકામ માટે 58 અરજી કરી હતી. જોકે, તેમાંથી માત્ર 30 બાંધકામની મંજુરી મળી શકી હતી જ્યારે છેલ્લા 4 માસથી 25 અરજીઓ ઝુલી રહી હતી. ક્રેડાઇએ બાંધકામ વ્યવસાયમાં પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી. આ રજૂઆતને ગ્રાહ્ય રાખીને બાંધકામ પ્લાન 3 માસ સુધી ઓફલાઈન મંજૂરનો નિર્ણય લેવામાં આવતાં હવે બાંધકામ ક્ષેત્રે તેજી આવે . બિલ્ડરો પાસે પ્લાન મંજુર કરાવવા માટે બિલ્ડરો પાસે ઓફ લાઈન અને ઓનલાઈન બન્ને વિકલ્પો ખુલ્લા રહેશે.

    નોટિસો ફટકારી ફરજ પુરી કરી

    બાંધકામની ઓનલાઇન મંજુરી મળતી ન હોવાથી ODPSથી કંટાળીને કેટલાંક લોકોએ શહેરમાં મંજુરી વગર જ અનધિકૃત બાંધકામ શરૂ કરી દીધુ હતું. આ મામલે નગર પાલિકાએ આવા લોકોને નોટિસો ફટકારીને પોતાની ફરજ પુરી કરી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: