દાહોદમાં 31મીએ રાષ્ટ્રીય એકતા દિવસે રનફોર યુનિટી યોજાશે

એકતા દોડ અનાજ મહાજન સ્કૂલ ખાતેથી પ્રસ્થાન થશે એકતા દોડમાં જોડાવા જિલ્લા પ્રશાસન દ્વારા નિમંત્રણ અપાયું …

  • Dahod - latest dahod news 022133

    ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભારત દેશના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ ૩૧ મી ઓક્ટોબરને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવાનું ઠરાવેલ છે. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના માર્ગદર્શન હેઠળ તા. ૩૧ના રોજ “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ રન ફોર યુનિટીનો રૂટ આ મુજબ રહેશે. આ રન ફોર યુનિટીનું પ્રસ્થાન અનાજ મહાજન સ્કુલ ખાતેથી સવારે ૭.૩૦ કલાકે શરૂ થઇ ચાકલીયા ચોકડી, ગોવિંદ નગર, અનાજ માર્કેટ, પડાવ સર્કલ, ગાંધી ચોક, ભરપોડા સર્કલ, વિવેકાનંદ સર્કલ થઇ પરત અનાજ મહાજન સ્કુલ ખાતે સમાપન થશે. આ નિમિતે રાષ્ટ્રીય એકતા શપથ લેવાશે.

    પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ તથા બેન્ડ યોજાશે. જાહેર જનતાને આ એકતા દોડમાં જોડાવા જિલ્લા પ્રશાસન દ્વારા હાર્દિક નિમંત્રણ છે. આ રન ફોર યુનિટીના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: