દાહોદમાં 30 સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજો, ક્લાસીસ બંધ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અનલોક-4માં પણ ચુસ્તપણે પાલન કરવું પડશે

કોવિડ-19ના સંદર્ભમાં કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઇડ લાઇન જાહેર કરી છે તે સંદર્ભે કલેક્ટર વિજય ખરાડીએ લોકોને અનલોક-4માં પણ કોરોના સંદર્ભની તમામ સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-4 અંતર્ગત જે માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે તે 1 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધીની છે. જેમાં દાહોદ જિલ્લામાં શાળા-કોલેજો, કોચીંગ ઇન્સ્ટીટ્યુટ બંધ રહેશે. જ્યારે ઓનલાઇન શિક્ષણની કામગીરી ચાલુ રહેશે.

આ ઉપરાંત સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટરો પણ માર્ગદર્શિકા મુજબ બંધ રહેશે. તેમણે ઉમેર્યું કે, કન્ટેઇનમેન્ટ વિસ્તારો અને ભવિષ્યમાં જે વિસ્તારને કન્ટેઇન્મેન્ટ જાહેર કરાય તે તમામ વિસ્તારોમાં લોકડાઉન ચાલુ રહેશે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: