દાહોદમાં 3 દિવસમાં જ સોયાબીનની 35,000 ક્વિ. વિક્રમસર્જક આવક

દાહોદ અનાજ માર્કેટમાં છેલ્લા સપ્તાહથી પીળા સોના તરીકે ઓળખાતા સોયાબીનની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે …

 • Dahod - latest dahod news 022021

  ગુજરાતમાં દ્વિતીય ક્રમાંકના ગણાતા દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અર્થાત્ દાહોદ અનાજ માર્કેટમાં છેલ્લા સપ્તાહથી પીળું સોનું તરીકે ઓળખાતા સોયાબીનની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે.

  દાહોદ એ.પી.એમ.સી.ના રિટેલ અને હોલસેલ માર્કેટમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 35,000 ક્વિન્ટલ સોયાબીનની આવક નોંધાઈ હતી. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે સોયાબીનના ભાવ પણ ઓછા છે. પરંતુ, જેમ મહારાષ્ટ્રમાં ટેકાનો ભાવ પ્રાપ્ત થાય છે અને મધ્યપ્રદેશમાં પ્રતિ ક્વિન્ટલે 500 રૂ. ની સબસીડી સરકાર તરફથી આપવામાં આવે છે તો ગુજરાતમાં મકાઈ અને ડાંગરની ખરીદી, ટેકાના ભાવથી ખરીદે છે તેમ સોયાબીનને પણ ટેકાનો ભાવ મળે તેવી રજુઆતને લઈને એ.પી.એમ.સી. ચેરમેન કનૈયાલાલ કિશોરી આજે જે તે મંત્રીગણની મુલાખાતે ગાંધીનગર પહોંચ્યા છે. અનાજ માર્કેટમાં તાલુકા સહિત જિલ્લા અને બાજુના મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી સોયાબીન સહિતના વિવિધ ધાનની આવક-જાવક થતી હોય છે. હાલમાં પીળું સોનું તરીકે ઓળખાતા સોયાબીનની હજારો ગુણ દાહોદ માર્કેટમાં ઠલવાઇ રહી છે. ત્યારે સરકાર હાલના સરેરાશ 3100 રૂ, ના ભાવ સામે ટેકાનો ભાવ જે 3399 રૂ. જાહેર થયો છે તે આપવામાં આવે તો ખેડૂતોની કાળી મહેનત વધુ રંગ આપતી બની શકે તેમ હોઈ આ સંદર્ભે ઘટતું તે કરવા એ.પી.એમ.સી.ના અગ્રણીઓએ જશવંતસિંહ ભાભોર, બચુભાઈ ખાબડ, જયેશ રાદડિયા, ગણપતસિંહ વસાવા સહિતના અગ્રણીઓ સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી.

  વર્ષ સોયાબીન આવક સરેરાશ ભાવ

  2013-’14 342709 3735

  2014-’15 286412 3866

  2015-’16 127801 3571

  2016-’17 181198 3334

  2017-’18 399943 3050

  35969 હે. જમીનમાં વાવેતર

  દાહોદ તાલુકામાં સારી આવક રળી આપતા સોયાબીનનું વાવેતર પણ ઉત્તરોતર વધતું જ નોંધાયું છે. છેલ્લા ત્રણ વર્ષના આંક મુજબ વર્ષ: 2016-’17 ના વર્ષમાં 41842 હેકટરમાં, 2017-’18 માં 34666 હેકટરમાં અને 2018-’19 માં 35969 હેક્ટર જમીનમાં સોયાબીનનું વાવેતર થયું છે.ડો રણજીતસિંહ નાયક, ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી

  દાહોદ અનાજ માર્કેટમાં છેલ્લા સપ્તાહથી સોયાબીનની મબલક આવક થવા પામી છે. સંતોષ જૈન

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: