દાહોદમાં ૮૦ વર્ષની વૃદ્ધાએ કોરોનાને આપી માત, કોરોનાના વધુ બે દર્દીઓને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદમાં છેલ્લા બે દિવસમાં કુલ ૧૮ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ
દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ બે દર્દીઓને આજ બુધવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગત શનિવારે પાંચ દર્દીઓને રજા અપાયા બાદના આજે વધુ બે દર્દીઓ કોરોના મુક્ત થતા દાહોદમાં અત્યાર સુધી કુલ ૧૮ દર્દીઓને રજા અપાઇ છે. હવે માત્ર આઠ જ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આજે સાજા થનાર બે દર્દીઓમાં બતુલબીબી પઠાણ નામના ૮૦ વર્ષના વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. તેમને ડાયબીટીસ, બ્લડપ્રેશર હોવા છતાં તેમણે કોરોનાને માત આપી છે. ડો મોહિત દેસાઇ અને તેમની ટીમ દ્વારા કરાયેલી ઘનિષ્ટ સારવારને કારણે તેઓ આજે સાજા થઈ ઘરે પરત ગયા.


Related News

Comments are Closed

%d bloggers like this: