દાહોદમાં ૭૨માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ડેન્ટલ અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું

 
 
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખાની યુવા પાંખ,  રેડ ક્રોસ સોસાયટી, લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી, એબિલિટી અને વાઈબ્રન્ટના સંયુક્ત ઉપક્રમે “ડેન્ટલ અવેરનેશ પ્રોગ્રામ” તા.૧૫મી ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ સવારના ૧૧:૩૦ કલાકે રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો. રેડક્રોસ સોસાયટીના કન્વીનર કમલેશ ડી. લીમ્બાચીયાના આયોજન અને સંચાલનમમાં “ડેન્ટલ અવેરનેસ પ્રોગ્રામ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડો.ચીરાયું શાહ, ડેન્ટલ સર્જન દાવેસો  હોસ્પિટલ દ્વારા ખૂબ જ તલસ્પર્શી અને ખૂબ જ ઉપયોગી માહિતી જુનિયર રેડક્રોસના સભ્યોને આપવામાં આવી. રેડક્રોસના ચેરમેન ડો.ઇકબાલહુસેન લેનવાલા અને લાયન્સ કલબ ઓફ દાહોદ સીટીના પ્રમુખ જુજરભાઈ બોરીવાલા દ્વારા પ્રસંશા કરવામાં આવી. આ પ્રસંગે મંત્રી મુકુન્દરાય કાબરાવાલા, સહમંત્રી જવાહરભાઈ શાહ, એક્ટિવિટી કન્વીનર એન.કે.પરમાર, ડિઝાસ્ટર કન્વીનર શાબીર શેખ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં રેડક્રોસના ધો.- ૧૧ અને ધો. – ૧૨ સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામ વિશે જુનિયર રેડક્રોસ વિદ્યાર્થીઓમાંથી પ્રતિભાવ આપતા શેખજી યુસુફ અને કુરેશી આફરીન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખૂબ જ ઉપયોગી એવા દાંત અને તેના વિશેની માહિતી આપવામાં આવી જે અમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થઇ પડશે.


Related News

Comments are Closed

%d bloggers like this: