દાહોદમાં હોલી જોલી ગ્રુપ દ્વારા આજ રોજ હેપ્પી સ્ટ્રીટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

 
 
THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના સ્ટેશન રોડ સ્થિત વિશ્રામ ગૃહ વાળા રસ્તા ઉપર હોલી જોલી ગૃપ દ્વારા દાહોદ નગર પાલિકા, દાહોદ ટાઉન પોલીસ, લાયન્સ ક્લબ ઓફ દાહોદ શહેર, રાહુલ હોન્ડા મોટર્સ તથા ધી અમેરિકન સ્કૂલના સહયોગથી આજ રોજ તા.૧૭/૦૬/૨૦૧૮ રવિવારના સવારના ૦૬:૦૦ કલાક થી ૦૮:૦૦ કલાક સુધી હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું.
હેપ્પી સ્ટ્રીટ માં નાના બાળકો થઈ લઈને મોટેરાઓ સુધીના આનો લાભ લીધો હતો. જેમાં દાહોદ નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, પૂર્વ પ્રમુખ સંયુક્તાબેન મોદી તથા અન્ય કાઉન્સિલરો તેમજ દાહોદ નગરના ઉત્સાહી નાના ભૂલકાઓથી લઇ મોટી ઉંમરના વ્યક્તિઓએ પણ આ હેપ્પી સ્ટ્રીટનો લાભ લઇ નાનપણના દિવસોની યાદોને તાજા કરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: