દાહોદમાં સ્વચ્છતા માટે નગર પાલિકા કાયદો બનાવશે!

Dahod - દાહોદમાં સ્વચ્છતા માટે નગર પાલિકા કાયદો બનાવશે!

અમદાવાદ કે વડોદરા જતી વખતે ગજવામાં લાયસન્સ રાખવાની અને શહેરની એન્ટ્રી સાથે જ સીટ બેલ્ટની તસ્દી સાથે ‘ફ્રેશ’ થવા અને થુંકવા સુદ્ધા માટે યોગ્ય સ્થળની તલાશ અને સાથે ખાસ કરીને બાંકડે બેસીને વિદશોની સ્વચ્છતા અને ત્યાંની પ્રજાની જાગૃતિ વીશેની વાતો વઘારીયે છીયે પણ સ્વચ્છતા માટે આપણું આ વર્તન આપણા પોતાના શહેરમાં છે કે નહીં તેનું સ્વ મૂલ્યાંકન હવે જરૂરી બન્યું છે. કારણ કે, આપણા સ્વાસ્થ્યની

…અનુ. પાન. નં. 2

દંડ નહીં ભરે તો ફોજદારી પણ કરી શકાશે

ગત મીટીંગમાં કાયદા અંગેનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે. હવે તેની અમલવારી કરવાની છે. પ્રજાના મંતવ્યો મંગાવ્યા છે. મંતવ્યો મળ્યા બાદ તેનો અમલ કરાશે. ગંદકી કરનાર દંડ નહીં ભરે તો તેની પાસેથી રેવન્યુ રાહે વસુલાત સાથે ગંદકી કરનાર સામે ફોજદારી કરવાની પણ સત્તા રહેશે. પ્રકાશ રાયચંદાની,ચીફ ઓફીસર, દા.ન.પા

સોલીડ વેસ્ટ મેને. રૂલ્સ અંતર્ગત પબ્લિક હેલ્થ બાયલોઝ બનશે

કાયદો બનતાં પાલિકાને માટે શું કરવું પડશે

ઘનકચરો એકત્ર કરીને વૈજ્ઞાનિક ઢબે નીકાલ કરવો પડશે.પર્યાવરણ સ્વચ્છ કરવા માટે વેસ્ટ તરીકે નહીં પરંતુ કંપોસ્ટ અને અન્ય અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે.

ભૂગર્ભ ગટર યોજનામાં દરેક ઘરે કનેક્શન આપીને એકત્ર પ્રવાહી ઘન કચરાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુદ્ધિકરણ કરવું પડશે.

દરેક ઘરેમાં શૌચાલયની સુવિધા જરૂરી,ગેસ-વીજળી આધારિત ઇકો ફ્રેન્ડલી સ્મશાન ગૃહનું આયોજન કરવું પડશે. સફાઇ અને ડ્રેનેજનું કામ કરતાં કર્મીઓનું વર્ષમાં બે વખત હેલ્થ ચેકઅપ કરાવવું પડશે.

પાલિકા સામેના પડકારો

શહેરને ડસ્ટ ફ્રી કરવું પડે. કચરો તો ઉઘરાવાય છે પરંતુ તેનો નીકાલ વ્યવસ્થિત થતો નથી. શહેરમાં કોઇ પણ સ્થળે કચરો ઠાવલી દેવા સાથે તેને બાળી નખાય છે.

શહેરમાં ભૂગર્ભ ગટર યોજનામાં ઘણા વિસ્તારોમાં કનેક્શન આપવાના બાકી છે. કેટલીક જગ્યાએ ભૂગર્ભ ગટર યોજનાની ટાંકીઓ નકામી બની છે.યોજના શરૂ તો થઇ છે પણ ઉપયોગી નથી.

દાહોદને ODF જાહેર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે પણ હજી પણ કેટલાંક લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરતાં હોવાની વાસ્તવિકતા છે.

ગંદકી – દબાણ માટે દંડની જોગવાઇ અને દંડ ન ભરે તો ફોજદારી થશે

ગંદકી કરનારાઓ માટે વિવિધ દંડની જોગવાઇ

ગુનાનો પ્રકાર પહેલી બીજી વાર

વ્યક્તિગત Rs.100 Rs.500

રહેઠાણ Rs.100 Rs.500

રસ્તા, ફુટપાથ Rs.100 Rs.1000

ઓફીસ, સોપકીપર Rs.500 Rs.3000

ઓફીસ, રેસ્ટોરેન્ટ Rs.500 Rs.2000

પલ્બીક એરીયા Rs.500 Rs.3000

ક્લિનિક, હોસ્પિટલ Rs.500 Rs.5000

ઇન્ડસ્ટ્રીઝ Rs.500 Rs.5000

– – –

ગંદકીના કિસ્સામાં જોગવાઇ

ખુલ્લામાં, લઘુશંકા, થુંકવુ Rs.100 Rs.500

જનાવરોનો ઉપદ્રવ Rs.500 Rs.1000

નદી, તળાવમાં કચરો નાખવો Rs.500 Rs.1000

કાટમાળ રસ્તા પર નાખવો Rs.1000 Rs.10,000

રસ્તા ઉપર દબાણ Rs.500 Rs.5000

કાયદો બનશે પણ અમલવારી માટે લોઢાના ચણા ચાવવા પડશે

પાણીનો બગાડ કરનારાની જોગવાઇ

રહેઠાણ Rs.100 Rs.1000

વ્યવસાયિક Rs.500 Rs.1000

ઇન્ડસ્ટ્રીઝ Rs.500 Rs.5000

પબ્લિક હેલ્થ બાયલોઝ શું છે

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત પાલિકા વિસ્તારની પ્રજા માટે પબ્લીક હેલ્થ બાયલોઝ નામે કાયદો બનાવ્યો છે. આ કાયદા અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાની ગંદકી કરનારાને દંડ ફટકારશે. સ્વચ્છતા અંગે લોકોએ તો જાગૃત થવુ પડશે ત્યારે કાયદો બની ગયા બાદ પાલિકાની જવાબદારી વિશેષ રૂપે વધી જશે. કાયદા બનાવ્યા બાદ કચરાના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થાઓ ઉભી કરવી પડશે.


Related News

Comments are Closed

%d bloggers like this: