દાહોદમાં સોમવારે 12 નવા કેસ નોંધાયા, ગરબાડાની 2 વ્યક્તિઓ પણ કોરોના પોઝિટિવ

  • દાહોદ તા.ના 5, ઝાલોદના 3 અને ગરબાડા-લીમખેડા તાલુકાના 2-2 દર્દી પોઝિટિવ

દિવ્ય ભાસ્કર

Aug 18, 2020, 04:00 AM IST

દાહોદ. સોમવારના રોજ કોરોના પોઝિટિવ દર્દીઓના નવા વધુ 12 કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર તા.17 ઓગસ્ટને સોમવારે દાહોદ જિલ્લામાં રેગ્યુલર ટેસ્ટમાં 8 અને રેપીડ ટેસ્ટમાં અન્ય 4 મળી કુલ 12 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા.

જિલ્લામાંથી મોકલવામાં આવેલા સેમ્પલો પૈકી દાહોદ જિલ્લાના નોંધાયેલા નવા પોઝિટિવ કેસોની સુચિ મુજબ નસરુભાઈ ડામોર, સત્રાબેન બરવાસી, દિપીકાબેન સોની, નિખિલ લખારા, રુચિરામ નથવાણી, અમિત નથવાણી, મણીશંકર પંચાલ અને જુલ્ફીકારભાઈ ડુંગરાવાલા અને રેપિડ ટેસ્ટમાં અક્ષયભાઈ વ્યાસ, કિરણબેન ચૌહાણ, રાજેન્દ્ર્ભાઈ મોદી અને લીલાબેન છાજેડ પોઝિટિવ જાહેર થયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ તા.17 ઓગસ્ટના રોજ જાહેર થયેલ સૂચિ મુજબ જાહેર કરવામાં આવેલી 12 વ્યક્તિઓ પૈકી દાહોદની 5 વ્યક્તિઓ, ઝાલોદ તાલુકાની 3 અને લીમખેડાની 2 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ જાહેર થઇ છે. જ્યારે ગરબાડાની 2 વ્યક્તિઓ પણ કોરોના પોઝિટિવ આવી હતી. આમ, સમગ્ર દાહોદ જિલ્લામાં કોરોનાની આગેકૂચ યથાવત રહેલી જોવા મળે છે.






Related News

Comments are Closed

%d bloggers like this: