દાહોદમાં સનાતન મંદિર પાસે જુગાર રમતાં 5 ઝડપાયા

  • પાનાં અને 27 હજાર રોકડા જપ્ત

દિવ્ય ભાસ્કર

Aug 07, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદના ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં જ જુદી-જુદી જગ્યાએ રહેતાં દીપકુમાર બળવંતસિંહ પરમાર, હેમંતકુમાર રામભરોસે ચૌહાણ, મંથનભાઇ રાજેશભાઇ શાહ, જીગરકુમાર સુરેશભાઇ મુછારા અને મુસ્તાક સફીમોહંમદ શેખ ફિલેન્ડગંજ વિસ્તારમાં આવેલા સનાતન મંદીર પાસે ખુલ્લી જગ્યામાં ગંજીફાનો જુગાર રમી રહ્યા હતાં.

આ બાબતની જાણ થતાં શહેર પોલીસે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં છાપો મારીને પાંચેયની ધરપકડ કરી હતી. આ યુવકો પાસેથી દાવ ઉપર લાગેલા તેમજ અંગઝડતી દરમિયાન મળેલા કુલ 27110 રૂપિયા સાથે ગંજીફાના પાના પણ કબજે લેવામાં આવ્યા હતાં. એએસઆઇ ઇશ્વરભાઇ બાદરભાઇની ફરિયાદના આધારે જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: