દાહોદમાં શ્રાવણ, દશામાંના વ્રતથી ભક્તિમય માહોલ
- ભક્તોએ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભગવાન શંકરની પૂજા અર્ચના કરી
દિવ્ય ભાસ્કર
Jul 22, 2020, 04:00 AM IST
ફતેપુરા. દાહોદ જીલ્લા આજરોજથી શરૂ થયેલ શ્રાવણ માસને લઇને ઠેર ઠેર શિવાલયોમા ભકતો ભગવાન શંકરની પૂજા અર્ચના કરવા ઉમટી આવેલા જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ શિવાલયો જય જય ભોલે હર હર મહાદેવના નાંદ સાથે ગુંજી ઉઠયા હતા.
દાહોદ જિલ્લાની પ્રજાએ પણ પવિત્ર શ્રાવણ માસને લઇને ભકતોએ મહાદેવની પૂજા અર્ચના કરી બીલીપત્ર ચઢાવી મહાદેવને રિઝવવાના પ્રયાસો કર્યા હતા. આ સાથે શ્રાવણ માસની શરૂઆતની સાથે દશા માતાના વ્રતને લઇને પણ માઇ ભકતોએ માં દશા માતાની મૂર્તિ ખરીદી શ્રધ્ધાભેર સ્થાપન કરવામાં આવ્યું હતું. ફતેપુરા, ઝાલોદ, દાહોદ સહિત જીલ્લામાં પવિત્ર શ્રાવણ માસ, દશામાતાના વ્રતને લઇને જિલ્લાના વિવિધ વિસ્તારમાં ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed