દાહોદમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

 
 
THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS
૧૪ જુન વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી અંતર્ગત ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સ્વૈચ્છીક કરનાર રક્તદાતા દ્વારા ૬ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું. તેમજ તાલુકા બ્લોક હેલ્થ કચેરી દાહોદના ડો. પહાડિયા સાહેબના નિદર્શનમાં ૩૦ યુવાન-યુવતીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. બેંક ઓફ બરોડા ચાકલીયા રોડ શાખા દ્વારા ૬ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી માનવતાના કાર્યમાં ધન્યતા અનુભવી હતી. વિશ્વ રક્તદાતાની “રક્તદાન મહાદાન” ઉજવણીમાં રેડક્રોસ સોસાયટીના કારોબારી સભ્ય એન.કે. પરમાર, કમલેશ લીમ્બાચીયા, જવાહર શાહ, શાબીર શેખ, નરેશ ચાવડાએ સેવા આપી હતી.
હવે પછીના બ્લડ ડોનેશન કેમ્પ તા.૧૮/૦૬/૨૦૧૮ ના રોજ બી.એચ.સી. ઝાલોદ અને તા.૧૯/૦૬/૨૦૧૮ ના રોજ સી.એચ.સી. લીમખેડા મુકામે રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા યોજવામાં આવનાર છે


Related News

Comments are Closed

%d bloggers like this: