દાહોદમાં વરસાદે શ્રીજીના પગલા પખાળ્યાં

Dahod - દાહોદમાં વરસાદે શ્રીજીના પગલા પખાળ્યાં

દાહોદ શહેરમાં ગણેશ વિસર્જનના દિવસે વરસાદે પોરો ખાતાં ગણેશભક્તો પણ તેમના સજાવટસભર ઝાંખીઓ અને શોભાયાત્રા આયોજનોમાં સફળ રહેતા તેમનો ઉત્સાહ પણ ચરમ સીમાએ જોવા મળ્યો હતો. રવિવારે વહેલી સવારથી જ છાબ તળાવ ખાતે ગણેશ વિસર્જનનો પ્રારંભ થતા મોડી રાત સુધી શહેરના છાબ તળાવમાં આશરે 2000 ઉપરાંત નાની-મોટી પ્રતિમાઓ વિસર્જિત થવા પામી હતી. સાંજે 7.25 વાગ્યે એકાએક જ વરસાદે પોતાની ઉપસ્થિતિ નોંધાવી શ્રીજીના પગલા પખાળ્યા હતા. જોકે પાંચ જ મિનીટ વરસ્યા બાદ વરસાદ સંપૂર્ણ બંધ થઇ જતાં ગણેશ મંડળો સાથે શ્રધ્ધાળુઓએ પણ હાશકારો અનુભવ્યો હતો.

ગણેશભક્તોએ ચાલતા, અથવા સ્કૂટર- બાઈક, ટ્રેક્ટર, કાર, રીક્ષા, ટ્રક, છકડા અને ટેમ્પા સહિતના વાહનો દ્વારા ગણેશજીની પ્રતિમાઓને લાવી વિસર્જન કર્યું હતું. તમામ વિસ્તારોમાંથી દિવસભર પોતાની અનુકૂળતા મુજબ ગણેશભક્તો તળાવ વિસ્તારમાં ઉમટ્યા હતા. તંત્ર દ્વારા છાબ તળાવ વિસ્તારમાં ફાયર સ્ટાફ

…અનુ. પાન. નં. 2

દાહોદ શહેરમાં રવીવારે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. શ્રીજીની પ્રતિમાઓનું છાબ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.તસવીર સંતોષ જૈન

સવારે શરૂ થયેલા કુત્રિમ તળાવનું સાંજે વિસર્જન!

દાહોદમાં તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ સંદર્ભે માંડ એક સપ્તાહ અગાઉ નિર્ણય લઇ તેનું કામકાજ ચાલુ કરાવતા શહેરના ગણેશ મંડળોમાં અચરજ ફેલાયું હતું. અઠવાડિયામાં જ પાલિકાના કર્મીઓએ જેસીબી, ટ્રેક્ટર, સહિતના સાધનોની મદદથી નહેરુ બાગની સામેના ખુલ્લા પ્લોટમાં 10 લાખના અંદાજિત ખર્ચે 20 ફુટ ઉંડુ આ કૃત્રિમ તળાવ છેલ્લી ઘડીએ બનાવાયું હતું. જોકે, આ તળાવનો હેતુ સર થયો ન હતો. આ તળાવમાં એકપણ તાજીયાનું વિસર્જન થવા પામ્યું નહોતું. તો ગણેશ વિસર્જનમાં પણ ભક્તોએ અત્રે વિસર્જન કરવા બાબતે કોઈ ઉત્સાહ દાખવ્યો નહોતો. આ તળાવમાં 20 જેટલી પ્રતિમાઓ વિસર્જિત કરી તંત્રની છેલ્લે રચાયેલી કૃત્રિમ તળાવની પરિકલ્પનાને આવકાર આપ્યો હતો. માટી ચીકણી હોવાથી તળાવને ચારેય તરફથી પતરાથી કોર્ડન કરી દેવાયું હતું. અંદર ઉતરી શકાય તેમ ન હોવાથી પ્રતિમાની ગરીમા જળવાતી ન હોવાથી સાંજે તળાવ બંધ કરી દેવાયું હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. સાંજના છ વાગ્યે તળાવ બંધ કરીને અહીંથી ક્રેઇન અને તરાપા પણ ખસેડી લઇને પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. અનેક અગ્રણીઓના મતે આ નિર્ણય થોડો વહેલો લઇ ગણેશ મંડળો અને તાજિયાના આયોજકોમાં પૂરતો પ્રચાર થાત તો કદાચ આ વર્ષથી જ આ નવતર આઈડિયા સફળ બની શકતો.

પંચ.- મહિ. – દાહોદ જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાની વિદાય

લુણાવાડામાં મેઘરાજાની તોફાની એન્ટ્રી

ભાસ્કર ન્યુઝ | લુણાવાડા

ભવ્ય શોભાયાત્રા અને વાજતે ગાજતે શાંતિપૂર્ણ રીતે વિસર્જન: વાંસિયા તળાવ, મહીસાગર નદી અને પાનમ નદી ખાતે પ્રતિમાઓનું વિસર્જન. વક્રતુંડ વહેલા આવજો..વિઘ્નો અમારા હરતા રહેજો… નાદ સાથે ગણપતિ બાપ્પા મોરીયા, અગલે વર્ષ તું જલ્દી આ.. ના જયઘોષ વચ્ચે લુણાવાડા નગરમાં દસ દિવસથી મહેમાન બની આતિથ્ય માણી રહેલા ગણેશજીની પ્રતિમાઓનું ભવ્ય શોભાયાત્રા અને વાજતે ગાજતે શાંતિપૂર્ણ રીતે વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું.

લુણાવાડામાં ગણેશ પ્રતિમા વિસર્જન યાત્રા આજરોજ આનંદ ચૌદશના રોજ યોજાઈ હતી. ભવ્ય શોભાયાત્રા અને વાજતે ગાજતે શ્રીજી પ્રતિમા શોભાયત્રાનું પ્રસ્થાન થયું હતું. માર્ગમાં વિવિધ સ્થળોએ ગણેશ મંડળો દ્વારા નાસ્તા, શરબતના આયોજન કરવામાં આવ્યું હતું. સાઉન્ડ સીસ્ટમો અને શ્રીજીની જયઘોષ વચ્ચે શોભાયાત્રાના પ્રારંભ સાથે ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. વિસર્જનયાત્રામાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરતાં ગણેશભક્તો શ્રધ્ધા અને ભક્તિભાવની સાથે સાથે વરસાદમાં પલળ્યા હતા. દર વર્ષની પરંપરા મુજબ ઘાંટી સ્વયંભુ મહાદેવ ખાતે ગણપતિ મંદિરના ગણેશજીની પાલખીનું સ્વાગત, પુજા, આરતી કરી વિસર્જન માટે પ્રસ્થાન કરાવાયું હતું. શોભાયાત્રા સિવાય પણ વહેલી સવારથી કેટલાક ગણેશ મંડળોએ સીધા જ વાંસિયા તળાવ, મહીસાગર નદી અને પાનમ નદી ખાતે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રૂટ ઉપર શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત

…અનુ. પાન. નં. 2

હાલોલમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન

ભાસ્કર ન્યૂઝ | હાલોલ

હાલોલ માં ગણેશ મહોત્સવ અને મોહરમ પર્વ ના સમન્વય એ શહેર માં છેલ્લા દસ દિવસ થી ધાર્મિક વાતાવરણ ઉભું થયું હતું. ગણેશ સ્થાપનાના બાદ દસ દિવસ થી મોંઘેરા મહેમાન બનેલા દુદાળદેવ વિદાય શોભા યાત્રાઓ એ શહેર માં ભારે આકર્ષણ ઉભું કર્યુ હતું.

ગણેશ પંડાલોમાં બપોર બાદ ધાર્મિક પૂજા વિધિ બાદ ડીજે ના તાલ સાથે શોભા યાત્રાઓ વિસર્જન માટે નીકળી હતી. શહેર માં 40 જેટલા મોટા અને 100 ઉપરાંત નાના મોટા ગણપતિ નું વિસર્જન કરાયું હતું. એક ફૂટ થી ચાર ફૂટ સુધી ની મૂર્તિઓ નું સિંધવાવ ખાતે સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલ ના સહયોગ થી પાલિકા તંત્ર દવારા બનાવેલ કૃત્રિમ તલાવ માં જયારે મોટી મૂર્તિઓનું પાવાગઢ વડાતલાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના રૂટ પર પોલીસ દવારા ચાંપતો બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો બીજી તરફ

…અનુ.પાન. નં. 2

કાલોલમા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

કાલોલ ખાતે દસ દિવસ નુ આતિથ્ય માણી ને ગણપતિની વિસર્જન શોભાયાત્રા નીકળી હતી. લાલ દરવાજા પાસે થઈ નવાપુરા મહાલક્ષ્મી મંદિર, મેઇન બજાર નગરપાલિકા થઈ રબ્બાની મસ્જિદ થઈ બસ-સ્ટૉપ સુધી શોભાયાત્રા નીકળી હતી. સુરેલી ગામના ચેક ડેમ પર તથા રામનાથ ગામે તળાવમાં તથા મલાવ તળાવ અને બાકરોલ ખાતે ગોમા નદીમાં તથા મધવાસ ખાતે કરાડ નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ જોકે કેટલાક મંડળો ગળતેશ્રવર ખાતે પણ વિસર્જન માટે પહોંચ્યા હતા.

ચાવડીબાઇના મુવાડામાં શ્રદ્ધાથી વિસર્જન

ચાવડીબાઇના મુવાડામાં ભક્તિભાવ પુર્વક ગણપતીનુ વિસર્જન કરવામાં આવ્યુ.લુણાવાડાના ચાવડીબાઇના મુવાડા ગામમાં દર વર્ષેની જેમ આ વર્ષે ગણપતીના દશ દિવસ પુરા થતા ડીજે નીસાથે સમગ્ર ગામમા ભવ્ય શોભયાત્રા કાઢ્વામા આવી હતી. તેમા યુવાનોવડીલો તેમજ બાળકો ડીજે મા ડાંસ કરતા જોવા મળ્યા હતા અને ગણપતી બપ્પામોરીયા અગલે બરસ તુ જલ્દીઆના નારા સાથે ચાવડીબાઇના મુવાડા ગામથી ૧કિ.મિ દુર આવેલ સામણા ગામના તળાવમા પુજા અર્ચના આરતી કરી યુવાનો દ્વારા ગણપતી બપ્પા મોરીયા ઘીના લાડુ ચોરીયા ના નાદ સાથે ભક્તિભાવ પુર્વક ગણપતીનુ વિસર્જન શાંતી પુર્વક કરવામાં આવ્યુ.એમા ગામાના યુવાન એવા રોહીતભાઇ સરપંચ પણ જોડાયા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: