દાહોદમાં વધુ 33 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા: કુલ 594 કેસ

  • દાહોદમાં 14 રેગ્યુલર અને 19 રેપિડ ટેસ્ટના પોઝિટિવ નોંધાયા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 04:00 AM IST

દાહોદ. શુક્રવારે 14 રેગ્યુલર ટેસ્ટના દર્દીઓ સાથે રેપીડ ટેસ્ટથી પોઝિટિવ આવેલા 19 દર્દીઓ સાથે કુલ મળીને 33 દર્દીઓ નોંધતા જુલાઈ માસના અંતિમ દિવસે પણ દાહોદમાં સોપો પડી ગયો હતો. તા.31 જુલાઈના રોજ જાહેર થયેલ 14 કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સુચિમાં જિલ્લાના અન્ય વિસ્તારોના 3 વ્યક્તિઓ સાથે દાહોદ શહેરના 11 દર્દીઓ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે માત્ર જુલાઈ મહિનાના 31 દિવસમાં જ જિલ્લામાં કુલ મળીને 525 કેસ થવા પામ્યા છે.

164 સેમ્પલો પૈકી 150 નેગેટીવ અને 14 પોઝિટિવ આવ્યા
જે પૈકી એક્ટિવ કેસોની સંખ્યા 345 થવા પામી છે. શુક્રવારે જાહેર થયેલ 164 સેમ્પલો પૈકી 150 નેગેટીવ અને 14 પોઝિટિવ આવ્યા હતા તો તાજેતરમાં થયેલા 115 રેપિડ ટેસ્ટ પૈકી 19 વ્યક્તિઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. શુક્રવારે જાહેર થયેલ 14 પૈકીના દાહોદ શહેરના 11 પોઝિટિવ દર્દીઓમાં શહેરના રામનગર વિસ્તારના જ 6 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. આ 14 વ્યક્તિઓમાં જેહરાબેન ભાટિયા, કુસુમબેન શેઠ, હિંમતભાઈ ડાભી, હસનભાઈ મુલ્લામીઠાવાલા, જ્યોતિબેન સોલંકી, વિદ્યાબેન સોલંકી, ઉપેન્દ્રકુમાર સોલંકી, વસંતલાલ સોલંકી, શકુંતલાબેન પરમાર, દિલીપભાઈ કટારા, અકબરભાઈ કૂતરવડલીવાલા, દીપક ઠાકુર, પ્રવીણ ડામોર અને અબ્દુલ શેખ કોરોનાગ્રસ્ત જાહેર થાય હતા. શહેર અને જિલ્લામાં કોરોના થંભવાનું નામ જ નામ નહીં લેતા વહીવટી, આરોગ્ય અને પાલિકા તંત્રની આ અંગે કરાતી જે તે કાર્યવાહી માટેની દોડધામ વધવા પામી હતી.

દાહોદમાં 6 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
સતત વધતા કેસ વચ્ચે દાહોદ ખાતે સારવાર પામી સારા થયેલા 6 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દાહોદ કોવિડ હોસ્પિટલમાંથી સલીમ ગરબાડાવાલા, સોહેલ ગરબાડાવાલા, વસીમ ખોડા, લુકમાં પટેલ, સોહેલ પાટુક અને હોમ આઈસોલેશનમાંથી દાહોદ ડી.ડી.ઓ.રચિત રાજને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીયછે કે દાહોદ ખાતે કોરોનાગ્રસ્ત થયા બાદ સારવાર પામેલા કુલ 72 દર્દીઓને ડિસ્ચાર્જ આપ્યું છે.


Related News

Comments are Closed

%d bloggers like this: