દાહોદમાં લખાયેલું ગરબાનું પુસ્તક દેશ-વિદેશની યુનિવર્સિટીઓમાં રેફરન્સ બૂક તરીકે વપરાય છે

પુણે અને મહારાષ્ટ્ર યુનિ. સાથે કેલિફોર્નિયા યુનિ.માં પણ ઉપયોગ:વિવિધ સ્થળોનો પ્રવાસ કરીને પુસ્તક લખાયું હતું

 • The Garba Book written in Dahod is used as reference book in country-foreign universities

  દાહોદ: દાહોદના એક સંશોધનકાર-તબીબનું 25 વર્ષ પૂર્વે પ્રગટ થયેલું ગરબા વિશેની ભગવદ્દ ગીતા જેવું પુસ્તક, આજપર્યંત ભારતભરના અભ્યાસુઓ કાજે નૃત્યની આ શૈલી માટેનું એકમાત્ર સંપૂર્ણ પુસ્તક બની રહ્યું છે. ભારતભરમાં કે વિદેશોમાં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ચારેકોર નવરાત્રિના ગરબા ગુંજી રહ્યા છે ત્યારે ઇસ 1993 માં પ્રકાશિત થયું હતું. દાહોદના કવિ – તબીબ ડો શરદભાઈ વૈદ્યના સંશોધનાત્મક પુસ્તક ‘ગરબો: પૂજા અને પ્રદક્ષિણા’માં મહાકવિ દયારામથી લઇ અવિનાશ વ્યાસ સુધીની અને આજની પેઢીમાં પ્રચલિત પ્રાચીન- અર્વાચીન ગરબાઓ વિશે ખૂબ જ માહિતીપ્રદ અને રોચક માહિતી પીરસી છે. ગરબા વીશે ગુજરાતી ભાષાનું આ એકમાત્ર પુસ્તક કહેવામાં આવે છે. આ પુસ્તકનો સંકલિત ભાગ પુણે અને મહારાષ્ટ્ર યુનિ. અને વિદેશમાં કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં રેફરન્સબુક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

  પપ્પાએ ખુબ પ્રવાસો બાદ પુસ્તક લખ્યું હતું

  પપ્પાનું આ પુસ્તક ગુજરાત અને અન્યત્ર વિસ્તારના ખૂબ બધા પ્રવાસો અને અભ્યાસ કર્યા બાદ લખાયું હતું. 1993માં અમદાવાદ ખાતે વિમોચન થયું હતું. પપ્પા તો 2004માં અવસાન પામ્યા પણ પુસ્તકનો સંકલિત ભાગ પુણે,મહારાષ્ટ્ર અને વિદેશમાં કેલિફોર્નિયા યુનિ.માં રેફરન્સબુક તરીકે વપરાય છે તેનો ગર્વ અમને છે. તો માજી મુ.મંત્રી શંકરસિંહ વાઘેલાએ ફોન કરીને આ પુસ્તક વાંચવા માટે મંગાવેલું. – ડો. કશ્યપ એસ. વૈદ્ય, ફિઝિયોથેરાપિસ્ટ, દાહોદ

  સાડા ત્રણસો વર્ષ પૂર્વે પણ ભાણદાસે ‘ગરબો’ શબ્દનો ઉપયોગ કરેલો

  ડો શરદ વૈદ્યના પુસ્તકમાં ભાણદાસે ઇસ. 1650 ની આસપાસ અને વલ્લભ ભટ્ટ મેવાડાએ ઇસ 1756 માં પોતાની કૃતિમાં’ગરબો’ શબ્દનો પ્રયોગ કરેલો છે. ‘ગરબા’ અને આદ્યકવિ દયારામની ‘ગરબી’થી લઇ ભક્તિરસના કવિઓની રચનાઓ આશરે 300-400 વર્ષ પૂર્વેથી ગરબાના ઢાળમાં ગવાતી થઇ જે ઉત્તરોત્તર લોકપ્રિય બનતા એક પર્વ તરીકે તરીકે પ્રચલિત બની. આ ગરબા, શ્રીકૃષ્ણના સમયમાં ગોપીઓ સંગ રમાતા રાસનું વર્ણન આવે છે તે નૃત્ય શૈલીનો જ એક ભાગ બન્યો હોઈ શકે!

  150 સ્ટાઈલો ઉમેરાઈ છે

  પ્રતિ વર્ષે આ સમયગાળામાં ખેડૂતોને અનાજ પાકી જાય ત્યારે નવરાશની પળો આનંદોત્સવ મનાવવા એકઠા થઇ ચાંદનીના અજવાળામાં ઇષ્ટ દેવ-દેવીઓની સ્તુતિ કરતા. આસો સુદ:1 થી આસો સુદ: ૯ ના દિવસોમાં થતી આ પરંપરામાં ક્રમશ: નૃત્ય ને સંગીતના પાસા ઉમેરાતા ગરબાનો ઉદ્ભવ થયો હોવાનું પણ ઈતિહાસકારોએ નોંધ્યું છે. રાસ-ગરબાની સાથે ગોફ, ટીપ્પણી, દાંડીયારાસની સાથે હવે દોઢિયું, પંચિયું, ફૂંદડી, ચલતી જેવી લગભગ 150 એટલી સ્ટાઈલો ઉમેરાઈ છે.

  (અહેવાલ- સચિન દેસાઇ)

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: