દાહોદમાં રાષ્ટ્રીય પર્વે સરકારી ઇમારતો રોશનીથી ઝળહળશે

  • મહાનુભાવો માત્ર સલામી ઝીલશે

દિવ્ય ભાસ્કર

Aug 06, 2020, 04:00 AM IST

દાહોદ. કોરોના વાયરસની સ્થિતિની ધ્યાને રાખીને આ ઉજવણી સામાજિક નિયમોના સંપૂર્ણ પાલન સાથે થાય એ રીતે આયોજન કરવા માટે આજે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ વખતની ઉજવણી માટે સરકાર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે, તે મુજબ દાહોદમાં રાષ્ટ્રીય પર્વની સૂંપર્ણ ગરિમા સાથે ઉજવણી કરશે. કલેક્ટરે જણાવ્યું હતું કે, માત્ર આમંત્રિતોની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે. દેશભાવનાને ઉજાગર કરનારા સાંસ્કૃતિ કાર્યક્રમોની ડિઝીટલ માધ્યમથી પ્રસ્તુતિ કરશે. સ્વાતંત્ર્ય પર્વના ઉજવણીમાં ધ્વજવંદન કરનારા મહાનુભાવ દ્વારા પરેડનું નિરીક્ષણ કરવાના બદલે માત્ર સલામી ઝીલવામાં આવશે. તે બાદ પ્રજાજોગ સંદેશો આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું સન્માન કરશે. દાહોદની સરકારી ઇમારતોને રોશનીથી શણગારાશે.






Related News

Comments are Closed

%d bloggers like this: