દાહોદમાં રવિવારે કોરોનાનો કહેર ઘટ્યો, 11 જ કેસ નોંધાયા, પીપલોદના 5 કેસ, લીમડી અને ફતેપુરાના 2- 2 કેસ
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- In Dahod, The Number Of Corona Cases Decreased On Sunday, Only 11 Cases Were Reported, 5 Cases Of Peopleload, 2 Cases Of Lemdi And 2 Cases Of Fatehpura.
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

- રવિવાર સુધીમાં કોરોનાગ્રસ્તનો મૃત્યુ આંક ‘અબ તક 56’
રવિવારે કોરોનાના વધુ 11 પોઝિટિવ કેસ આવ્યા હતા.આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ કુલ 249 સેમ્પલો પૈકી મેહુલભાઈ વહોનીયા, ગોપાલભાઈ શાહ, મિલનભાઈ પંચાલ અને પંકજભાઈ પંચાલ આ ચાર વ્યક્તિઓ રેગ્યુલર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.
તો રેપીડ ટેસ્ટ માટે લેવાયેલ 795 સેમ્પલો પૈકી ગીતાબેન કિશોરી, શૈલેષભાઈ પ્રજાપતિ, મોહિતકુમાર શેઠ, રિયા શેઠ, સંજયકુમાર મકવાણા, નિરંજનાબેન મકવાણા અને કાવ્યા મકવાણા નામના સાત વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. રવિવારે જાહેર સુચિ મુજબ દાહોદ અને લીમખેડાના 1-1, લીમડી અને ફતેપુરાના 2- 2 અને દેવગઢબારિયાના પીપલોદના 5 દર્દીઓ નોંધાયા હતા. તો રવિવારે વધુ 22 દર્દીઓને રજા અપાતા કોરોનાગ્રસ્ત 1040 દાહોદવાસીઓ પૈકી ડિસ્ચાર્જ થયેલ વ્યક્તિઓનો કુલ આંક 768 થવા પામ્યો છે. એક વધુ દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુ આંક 56 થયો છે.
0
Related News
કાર્યવાહી: દાહોદ શહેરમાં વેચાતું કેશવ સુપરધાણા દાળનું પેકેટ મીસબ્રાંડેડ નીકળ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
આક્ષેપ: લીમખેડા તાલુકામાં ઇવીએમમાં ગોટાળા હોવાથી બેલેટ પેપરથી ચુંટણી કરાવવા સરકારને કોંગ્રેસનો પડકાર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
Comments are Closed