દાહોદમાં રખડતા કૂતરાથી લોકો ત્રસ્ત, ખસીકરણ દ્વારા કૂતરાઓની સંખ્યા ઓછી કરાય તેવી લોકોની માગ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- લોકોની પાછળ દોડવાથી સર્જાતા અકસ્માતના દરમાં વધારો નોંધાયો
શહેરના લગભગ દરેક વિસ્તારોમાં ચોમાસાના આ દિવસોમાં રખડતા કૂતરાઓ દોડવાના લીધે શહેરમાં સતત નાનામોટા અકસ્માતોની સંખ્યા વધતા દાહોદવાસીઓ ભયથી થરથરી રહ્યાં છે. મેઘલી રાતે વરસાદી માહોલ ટાણે સતત ભસી ભસીને દાહોદવાસીઓને બાનમાં લેતા આવા કૂતરાઓની સમસ્યા તંત્ર દ્વારા સત્વરે લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
રખડતા કૂતરાઓ પૈકીના મોટાભાગના કૂતરાં સતત પાણીમાં રહેવાના લીધે સડી ગયાં હોઈ રાતભર કણસ્યા કરે છે. એટલે દર્દથી સતત ભસતા અને રડતા આવા કૂતરાઓથી લોકોની ઊંઘ હરામ થઇ જવા પામી છે. આવા સડેલાં- રખડતા કૂતરાઓ ચોમાસા દરમ્યાન કોઈ કામ અર્થે નીકળતા એકલદોકલ વાહનોની પાછળ દૂરદૂર સુધી પડતા અનેક વખત ડરના માર્યા અકસ્માત થવાનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી ગયું છે. દાહોદમાં અગાઉ કૂતરાનો ત્રાસ જ્યારે વધતો ત્યારે તંત્ર દ્વારા જરૂર જણાયે તેમનું ઉપાયો કરીને તેમની સંખ્યા પર કાબૂ લેવામાં આવતો હતો, જેનો અમુક લોકો તરફથી તે સમયે વિરોધ થતાં બંધ થવા પામ્યું હતું.
ટોળાંબંધ ઉમટતા કૂતરાંથી લોકોની ઉંઘ હરામ થવા સાથે વાહનો, ગાય કે ગધેડા જોતાવેંત તેની પાછળ કૂતરાં આડેધડ દોડવાના કારણે અકસ્માતો પણ થતા રહે છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા ફરી સત્વરે ખસીકરણ જેવા નક્કર પગલાં ભરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed