દાહોદમાં યોગ કરીને દર્દીઓ દ્વારા કોરોના સામે મુકાબલો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોવિડ કેર સેન્ટરમાં દૈનિક કાર્યક્રમ કરાયો

દાહોદ કોવીડ કેર સેન્ટરમાં કોવીડ-૧૯ના દર્દીઓના દૈનિક કાર્યક્રમમાં યોગ-પ્રાણાયામનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યારે એન્જીનિયરીંગ બોયસ હોસ્ટેલ ખાતે આવેલા કોવીડ કેર સેન્ટર –એક માં ૨૬ કોરોનાના દર્દીઓ અને પોલીટેકનીક ખાતે આવેલા કોવીડ કેર સેન્ટર-બે માં ૨૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કોરોના દર્દીઓમાં ઝડપથી રીકવરી આવે તે માટે યોગ-ખેલકુદ-સંગીત-નૃત્ય વગેરે કોરોનાના દર્દીઓની રોજેરોજના કાર્યક્રમમાં સામેલ કરવા સૂચન કર્યું હતું. કોવીડ કેર સેન્ટર ખાતે સવારસાંજ 20 મિનિટ યોગ પ્રાણાયામનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. સાથે દિવસભર તેમને કંઇ રમતગમતની પ્રવૃતિ, ગીત-સંગીત અને નુત્ય-ગરબા વગેરેમાં પણ પ્રવૃત રાખેે છે. આ ઉપરાંત કોવીડ કેર સેન્ટર ખાતે જિલ્લા આયુર્વેદ વિભાગ સાથે સંકલન સાધીને રોજે રોજ અમૃતપેય ઉકાળા દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફને પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: