દાહોદમાં માસ્ક વિનાનાં યુવકને 1000નો દંડ

દિવ્ય ભાસ્કર

Aug 12, 2020, 04:00 AM IST

દાહોદ. માસ્ક વગર ફરતાં લોકોને 1000નો દંડ કરવાની મુખ્ય મંત્રીની જાહેરાત બાદ દાહોદ જિલ્લામાં પોલીસ એક્શનમાં આવી હતી. મંગળવારે સ્ટેશન રોડ પર ચેકિંગમાં ઉભેલી ટ્રાફિક પોલીસને સૈફુદ્દીન હકીમુદ્દીન ભાટીયા માસ્ક વગર બાઇક લઇને જતાં જોવા મળ્યા હતાં. સૈફુદ્દીનને પકડીને જિલ્લા ટ્રાફિક પોલીસે એક હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. કાર્યવાહી દરમિયાન સૈફુદ્દીનભાઇએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. આખા રાજ્યમાં 1000ના દંડની પ્રથમ ઘટનાની ચર્ચાઓ સાંભળવા મળી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: