દાહોદમાં માજી નગરપ્રમુખ સહિત 26 કેસ, પંચમહાલમાં 355, દાહોદમાં 320, મહિસાગર જિલ્લામાં કુલ 288
- પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો મોટો થતાં તંત્ર સક્રિય
- લોકલ સંક્રમણ વધ્યું
- દાહોદમાં માત્ર બે જ દિવસમાં 65 પોઝિટિવ નોંધાયા, 26 પૈકી 24 દર્દીઓ દાહોદ શહેરના
દિવ્ય ભાસ્કર
Jul 23, 2020, 04:00 AM IST
દાહોદ. દાહોદ ખાતે બુધવારે પણ કોરાનાનો 26 કેસરૂપી વિસ્ફોટ સર્જાયો હતો. માત્ર છેલ્લા પાંચ દિવસમાં જ કુલ મળીને 105 કેસ નોંધાતા લોકોમાં ગભરાટનું મોજું સર્જાયું હતું.
કુલ મળીને 26 નવા કેસ જાહેર થવા સાથે કુલ આંક 320 પર પહોંચી ગયો છે
બુધવારે સાંજે દાહોદના આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લાના કુલ મળીને 26 નવા કેસ જાહેર થવા સાથે કુલ આંક 320 પર પહોંચી ગયો છે. જેના પગલે આરોગ્ય, પાલિકા અને વહીવટી તંત્રે સત્વરે દોડધામ કરીને જે તે કેસના સંપર્કસૂત્રો શોધવાની તજવીજ હાથ ધરીને જે તે પોઝિટિવ દર્દીઓના ઘરને સેનિટાઈઝિંગ કરવાની પ્રક્રિયાથી લઈ પતરા વડે ઘરને સીલબંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બુધવારે સાંજના સમયે ધર્મેશભાઈ ચંદ્રકાંતભાઈ, કુમકુમ ગડરીયા, જગદીશભાઈ સૂર્યવંશી, ઝુબેદાબેન બોડગામવાલા, સુરેશભાઈ કાબરાવાલા, કિરણકુમાર પરમાર, ઝાયડસના કર્મચારી ઈકબાલ અન્સારી, હંસાબેન લાલપુરવાલા, હરિશભાઈ લાલપુરવાલા, ભગવાનદાસ થાવરાણી, માજી નગર પ્રમુખ રાજેશ સહેતાઈ, પ્રકાશ સહેતાઈ, ફાતેમા હોંશિયાર, મહંમદ હોંશિયાર, બિલ્કિશ કુંદાવાલા, રીયાઝ મોલવી, શિવાંગી સોની, મંજુબેન કિશોરી, કલસિંગભાઈ કિશોરી, નિખિલ પરમાર, ભુપેશભાઈ શાહ, મહેશભાઈ ગરાસીયા, કલ્પેશ ભાટીયા, દેવીદાસ ખત્રી, મુસ્તફા અખ્તરવાલા, જેંતીલાલ દેવડા નવા કોરોના પોઝિટિવ દર્દીઓ તરીકે જાહેર થયા હતા.
બુધવારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ સહેતાઈ અને અગ્રણી દેવીદાસ ખત્રીનું નામ પણ કોરોના પોઝિટિવ તરીકે જાહેર થતાં દાહોદના રાજકીય આલમમાં પણ ખળભળાટ મચી ગયો હતો.ઉલ્લેખનીય છે કે બુધવારે પણ નવા નોંધાયેલા 26 દર્દીઓ પૈકી 24 દર્દીઓ દાહોદ શહેરના છે. તો દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા મોકલાયેલા 147 સેમ્પલો પૈકી 120 લોકોના રિપોર્ટ નેગેટિવ અને 26 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જ્યારે એક રીપીટ સેમ્પલ તરીકે નોંધણી થઈ છે. છેલ્લા બે દિવસમાં જ કોરોનાના 65 દર્દીઓ નોંધાતા દાહોદમાં સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ થાય અને લોકો સમજીને જ બહાર નીકળવાનું ટાળો તો રાહત મળે તેવી લાગણી વ્યાપી હતી.
બુધવારે 7 દર્દીઓ ડિસ્ચાર્જ
બુધવારે બપોરે દાહોદ કોવિડ હોસ્પિટલ અથવા હોમ આઈસોલેશનમાંથી રીમા કપૂર, મોનલ દેસાઈ, કિરણ ચોપડા, ઇમરાન દલાલ, મોહમ્મદ યુસુફ મુનીરખાન, કુતુબુદ્દીન ભુરકા અને કિશન પરમાર નામે 7 વ્યક્તિઓને ડિસ્ચાર્જ આપવાની જાહેરાત તંત્ર દ્વારા કરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed