દાહોદમાં મટકી ફોડના જાહેર કાર્યક્રમ રદ કરાયાં

  • કોરોનાના ચેપને અટકાવવા માટેનો નિર્ણય

દિવ્ય ભાસ્કર

Aug 12, 2020, 04:00 AM IST

દાહોદ. શ્રાવણ વદ 8ને તા.12 ઓગષ્ટ, જન્માષ્ટમીના પાવન પર્વે દાહોદ ખાતે પરંપરાગત રીતે ઉજવણી બદલે કોરોનાના ભય અને તેને લગતી વિવિધ સરકારી ગાઈડલાઈન અનુસાર તમામ ઉજવણીઓ મોકૂફ રાખવામાં આવી છે. મટકી ફોડના જાહેર કાર્યક્રમ નહીં થાય પરંતુ ભાવ સાથે પર્વની ઉજવણી કરશે.

જન્માષ્ટમી ટાણે દાહોદની દેસાઈવાડ અને ગુજરાતીવાડ સ્થિત વૈષ્ણવ હવેલીઓ, રાધાકૃષ્ણ મંદિર, કૃષ્ણ પ્રણામી મંદિર સહિતના સ્થળોએ આ નિમિત્તે મધરાતે કૃષ્ણ જન્મના દર્શન સહિત દિવસે પણ વિશેષ દર્શન યોજાય છે. ગત વર્ષ સુધી અગાઉ પડાવ વિસ્તાર અને બાદમાં સ્તેશનરોડ ખાતે યોજાતા મેળાની સાથે સાથે અનેક ગરીબ ફેરિયાઓ વિશ્રામ ગૃહથી લઇ સરસ્વતી સર્કલની આસપાસ ડેરા માંડી રમકડાં, વાંસળી વગેરે વેચીને પેટિયું રળતા હતા. તે લોકોમાં છેલ્લે સુધી મેળાની પરવાનગીની આશા હતા. પરંતુ, દાહોદમાં કોરોનાના વધતા વ્યાપને લઈને તંત્ર દ્વારા ક્યાંય પણ સમૂહ એકઠો થાય તેવો કોઈ કાર્યક્રમ નહીં યોજવાની વાત બહુધા લોકોએ વધાવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: