દાહોદમાં ભારતીય પત્રકાર સંઘ દ્વારા 5 દિવ્યાંગ શિક્ષકોને સન્માનપત્ર આપી બહુમાન કરાયું
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

શિક્ષક દિન નિમિત્તે દાહોદ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ ખાતે ભારતીય પત્રકાર સંઘની દાહોદ પ્રશાખા દ્વારા યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં પાંચ દિવ્યાંગ શિક્ષકોનું અભિવાદન કરાયું હતું. દૃઢ મનોબળ કુદરતે આપેલા શારીરિક અભિશાપને આશીર્વાદમાં પરિવર્તિત કરનારા શિક્ષકોમાંથી અન્ય લોકોને પ્રેરણા મળે એવા હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં મૂળ વ્યવસાયે શિક્ષક એવા સાંસદ જસવંતસિંહ ભાભોરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, શિક્ષકકર્મ અસામાન્ય છે. શિક્ષકો ઉપર ઓજસ્વી અને ચારિત્રવાન સમાજનું નિર્માણ કરવાની જવાબદારી છે. આ કાર્ય કોઇ ફેકટરી કે કારખાનાથી થઇ શકતું નથી.
દાહોદ જિલ્લામાં શિક્ષણના જ્યોતિર્ધર ઠક્કરબાપાનું સ્મરણ કરતા તેઓએ જણાવ્યું કે, દિવ્યાંગતા હોવા છતાં આ શિક્ષકો પોતાનું શિક્ષણકર્મ સારી રીતે કરીને અન્ય લોકોને પણ પોતાનું કામ સારી રીતે કરતા કે જવાબદારી વહન કરવા માટે પ્રેરે છે. આવો કાર્યક્રમ યોજવા બદલ તેમણે ભારતીય પત્રકાર સંઘને અભિનંદન પાઠવ્યા હતા. કલેક્ટર વિજય ખરાડીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સુગમ્ય ભારત અભિયાન હેઠળ દાહોદ જિલ્લામાં દિવ્યાંગોના કલ્યાણ માટે કરાયેલી કામગીરીની ટૂંકી ભૂમિકા આપીને શાળાઓમાં દિવ્યાંગો કાજે અગાઉ કરતા વધુ અનુકૂળતા અપાતી હોવાનું કહ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ભારતીય પત્રકાર સંઘની દાહોદ પ્રશાખાના પ્રમુખ હિમાંશુ નાગરે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલને બે દાયકાની મઝલ સફળતાપૂર્વક પર પાડવા બદલ બિરદાવીને તેના વડા અને બારિયાની કોલેજના લેક્ચરર એવા યુસુફીભાઇ કાપડીયાનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
0
Related News
દુષ્કર્મ: દાહોદના રેબારી ગામે 18 વર્ષીય દિકરીનો એકલતાનો લાભ લઇ નરાધમે દુષ્કર્મ આચર્યુ
Gujarati News National Naradham Takes Advantage Of Loneliness Of 18 year old Daughter In RebariRead More
દાદાગીરી: દાહોદના હીરોલા ગામે ચુંટણીમાં બોગસ મતદાન ન કરવા દેવાના મુદ્દે ભાજપના ચાર વ્યક્તિઓએ કોંગ્રેસની ઉમેદવાર સહિત ત્રણ મહિલાને મારમારી ખુલ્લી લૂંટ કરી
Gujarati News Local Gujarat Dahod In Dahod’s Hirola Village, Four BJP Men Openly Beat UpRead More
Comments are Closed