દાહોદમાં બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો

દિવ્ય ભાસ્કર

Aug 15, 2020, 04:00 AM IST

દાહોદ. છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ સર્જાતા લાંબા સમયના વિરામ બાદ પુન: ચોમાસું સિઝન એક્ટિવ થયું છે. દાહોદ જિલ્લામાં શનિવારે સવારે નોંધાયેલ વરસાદ મુજબ ગરબાડામાં 21 મીમી, ઝાલોદમાં 14 મીમી, દેવગઢ બારિયામાં 50 મીમી, ધાનપુરમાં 20 મીમી, ફતેપુરામાં 10 મીમી, દાહોદમાં 28 મીમી, લીમખેડામાં 30 મીમી, સંજેલીમાં 36 મીમી અને સીંગવડમાં 44 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે દાહોદમાં શુક્રવારના 16 ઇંચ વરસાદ નોંધાયો છે.






Related News

Comments are Closed

%d bloggers like this: