દાહોદમાં ફરસાણના ભાવમાં અલગ-અલગ દુકાનોમાં આશરે રૂ 90નો તફાવત

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદમાં ફરસાણનો ભાવ રૂ.170 થી રૂ.260 સુધી છે

દાહોદ ખાતે ફરસાણના ભાવ રૂ.170 થી રૂ.260 સુધીના જોવા મળતા આશરે રૂ.90 જેટલી મોટી વિસંગતતા નોંધાતા દિવાળીના સમયે ફરસાણનો ભાવ સરકારી રાહે નિશ્ચિત થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. દિવાળીના સમયગાળામાં વિવિધ કચેરીઓ કે વેપારી વર્ગ તરફથી પોતપોતાના શુભેચ્છક વર્તુળમાં ફરસાણ, મીઠાઇ કે ડ્રાયફ્રુટ જેવી વસ્તુઓના પેકેટ આપવાનું ચલણ વર્ષોથી સ્થાપિત થયું છે. ત્યારે દાહોદ શહેરમાં ફરસાણના ભાવમાં પ્રતિ કિલોએ લગભગ રૂ. 90 જેવી મોટી રકમનો તફાવત જોવા મળ્યો છે.

સામાન્ય રીતે આ દિવસોમાં દાહોદ સ્થિત વિવિધ સંસ્થાઓ કે જે તે વિભાગની કચેરીઓ તરફથી મીઠાઈ, ફરસાણ, બેકરી આઇટમ, આઇસક્રીમ, ચોકલેટ કે ડ્રાયફ્રુટ વગેરે વેચતા જે તે વેપારીઓને મોટા પાયે ઓર્ડર મળી જતા હોય છે. આ વખતે દાહોદ ખાતે હોટલ વિક્રેતાઓ અને ત્યાં જબરજસ્ત વિસંગતતાઓ જોવા મળી છે. દાહોદ ખાતે સેવ, ચવાણુ, ગાંઠિયા, પાપડી, શક્કરપારા, ફૂલવડી જેવા વિવિધ ફરસાણ અમુક સ્થળોએ રૂ. 170 કિગ્રા છે તો અમુક સ્થળોએ રૂ. 200/કિગ્રા છે. તો અમુક મોટા બેનરની દુકાનોમાં ફરસાણ રૂ. 260 કિગ્રાના ભાવે છે. જ્યારે કે તેની સામે ફરસાણ માટે જરૂરી વેસણનો સરેરાશ ભાવ રૂ.80-90 કિગ્રા અને પામોલીન તેલ સરેરાશ રૂ.90-100






Related News

Comments are Closed

%d bloggers like this: