દાહોદમાં પાલિકાએ 10 કર્મી છુટ્ટા કરી રોગચાળા નિયંત્રણમાં જોતર્યા

મેલેરિયા અધિકારીના પત્ર બાદ મોત માથે ન લેવા ક્વીક એક્શન કર્મીઓને વિવિધ વિભાગની કામગીરી સોંપવામાં આવી હતી…

  • Dahod - દાહોદમાં પાલિકાએ 10 કર્મી છુટ્ટા કરી રોગચાળા નિયંત્રણમાં જોતર્યા

    દાહોદ શહેરમાં રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાની જરૂરિયાત જણાઇ રહી છે. અર્બન મેલેરિયા સ્કીમના કર્મચારીઓ પાલિકાના વિવિધ વિભાગમાં કામગીરી કરી રહ્યા હોવાને કારણે રોગચાળા નિયંત્રણના કામ માટે કર્મચારીઓની ઘટ વર્તાઇ રહી હતી.

    જેથી જિલ્લા મેલેરિયા અધિકારીએ વાહકજન્ય રોગથી કોઇનું મૃત્યુ થશે તો તેના જવાબદાર તમે રહેશો તેવો પાલિકાના ચીફ ઓફીસરને સંબોધતો પત્ર ગુરુવારે લખતાં ખળભળાટ મચી ગયો હતો. શુક્રવારની સવારે જિલ્લા મેલેરિયા અધિકારી અને પાલિકાના જવાબદારો વચ્ચે આ મામલે તાકિદની બેઠક મળી હતી.

    જેમાં પાલિકાના વિવિધ ટેબલ ઉપર કામ કરી રહેલાં અર્બન મેલેરિયા સ્કીમ હેઠળના કર્મચારીઓને છુટ્ટા કરીને રોગચાળા નિયંત્રણની કામગીરીમાં જોતરાવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ સાથે કામગીરી માટે વધારાના દસ માણસોની ફાળવણી પણ નગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી.

    આ ટીમને વિવિધ વોર્ડ વિસ્તારમાં જઈને આક્રમક કાર્યવાહી હાથ ધરવાની સુચના અપાઇ છે. શહેરમાં રોગચાળા નિયંત્રણ માટે કરાનારી કામગીરી માટે આપવામાં આવેલા 20 કર્મચારીમાંથી 14 કર્મચારી હાજર થયા હોવાનું જાણવા મળ્યું છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: