દાહોદમાં પહેલીવાર પહાડીઓ પર પાણી સંગ્રહ, નાના ચેકડેમ પણ બનાવી દીધા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના જૂના પાણી વિસ્તારના ડુંગરોની ડ્રોન કેમેરા દ્વારા આ તસવીર લેવાઈ છે.

દાહોદ જિલ્લાના જૂના પાણી વિસ્તારના ડુંગરો અત્યાર સુધી સૂકાભઠ્ઠ રહેતા હતા, પણ સ્થાનિક વન વિભાગના અનોખા પ્રયોગના લીધે હવે આ ડુંગરો પર હરિયાળીની ચાદર છવાઈ છે. ડ્રોન કેમેરા દ્વારા આ તસવીર લેવાઈ છે. આ વિસ્તારની જમીન પથરાળ છે. જેમાં ફીલાઇટ અને સીસ્ટ પ્રકારના પથ્થરો છે જે છિદ્રાળુ ન હોવાથી તેમાં પાણી શોષાઈ જવાના બદલે ભરાઈ રહે છે.

સંગ્રહની વ્યવસ્થા નહીં હોવાથી વરસાદી પાણી વહી જતું હોય છે. તેને રોકવા માટે વન વિભાગે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ડુંગરોની કોતરોમાં તલાવડીઓ અને ચેકડેમની બનાવ્યા છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: