દાહોદમાં પરીક્ષાર્થીને લોકરક્ષક દળનું પ્રશ્નપત્ર અધુરું મળ્યું, પ્રશ્ન નંબર-24થી 80 સુધીના પ્રશ્નો જ…

  • LRD examination- Student got missing questions In Question paper in Dahod

    પ્રતિકાત્મક તસવીર

    દાહોદ: દાહોદમાં એક મહિલા પરીક્ષાર્થીને અધુરું પ્રશ્નપત્ર મળ્યો હોવાનો બનાવ બન્યો હતો. આ પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર-24થી 80 સુધીના પ્રશ્નો જ ન હતી. તેણે પરીક્ષા સંચાલકને લેખિતમાં જાણ કરી હતી પણ પેપર બદલીને નહીં આપ્યું.

    પ્રશ્નપત્રમાં સવાલ નંબર- 24થી 80 સુધીના પ્રશ્ન ગાયબ

    મળતી માહિતી પ્રમાણે દાહોદની લીમડી સેન્ટરમાં એક પરીક્ષાર્થીને પ્રશ્નપત્ર હાથમાં આવતા જ તેને લખવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ જ્યારે સવાલ નંબર 24 સુધી પહોંચી ત્યારે તેને જાણ થઈ કે તેના પછીના સવાલો જ નથી. પણ આ ત્યાં સુધી સમય 35 મિનિટ જેટલો વીતી ગયો હતો. બાદમાં પરીક્ષાર્થીએ પરીક્ષા સંચાલકને લેખિતમાં જાણ કરી હતી. પણ બહુ મોડું થઈ જતાં નિયમ અન્તર્ગત તેને બીજુ પ્રશ્નપત્ર ન મળ્યું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: