દાહોદમાં નામ બદલવા મુદ્દે આવેદન આપવામાં આવશે

ચેડાં 5 માર્ગને મુગલ વંશજોના નામ આપી અસ્મિતા સાથે ચેડા મેપ મુજબ ટીપુ સુલતાન સિવાય ઔરંગઝેબ, બાબર,…

  • Dahod - દાહોદમાં નામ બદલવા મુદ્દે આવેદન આપવામાં આવશે

    ગુગલ મેપમાં કોઈ અસામાજિક તત્વોએ દાહોદનું નામ ખરડાય તેવા બદઈરાદા સાથે દાહોદના કેટલાક માર્ગના નામ સાથે ચેડા કરવાનું કૃત્ય કર્યું છે. ગઈકાલે ‘દિવ્યભાસ્કર’માં આ સમાચાર પ્રકાશિત થયા બાદ ગુરુવારે જાણકારો દ્વારા આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરાતા દાહોદના શેઠશ્રી ગિરધરલાલ માર્ગનું નામ ‘ટીપુ સુલતાન માર્ગ’ કર્યાની માહિતી મળી હતી. બાદમાં વધુ વિગતો મળ્યા મુજબ દાહોદ ભગીની સમાજથી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધીના સળંગ રસ્તાને ‘ગલીયાકોટ આનંદપુરી દાહોદ માર્ગ’નું નામ ગુગલ મેપ ઉપર ચઢાવી દેવાયું છે. તો તેથી આગળ ઠક્કર ફળિયાના વિસ્તારના રસ્તાને ‘બાબર રોડ’ આપી દેવાયું છે. સાથે જ નીલકંઠેશ્વર મંદિરથી ઘાંચીવાડ તરફ જતા માર્ગનું જુમ્મા મસ્જીદ રોડ નામકરણ થયું છે. તો દેસાઈવાડના તળાવ ફળીયાથી હિંદુ સ્મશાન તરફ જતા સમગ્ર રસ્તાનું નામ ‘ઔરંગઝેબ બાદશાહ માર્ગ’ નામ આપી દેવાયું છે. આમ, દાહોદના વિવિધ વિસ્તારોના નામમાં ગુગલ મેપ ઉપર ચેડા કરનાર શખ્સોને સત્વરે શોધી આકરી સજા કરવામાં આવે તેવી લોકલાગણી વહેતી થવા પામી છે. દાહોદના અનેક અગ્રણીઓએ આ બાબતે રોષ વ્યકત કરતા આ સંદર્ભે એક મીટીંગ યોજી કલેકટર, જીલ્લા પોલીસવડા સહિતના અગ્રણીઓને એક આવેદન પણ આપનાર હોવાનું જાણવા મળ્યું છે.

    મોગલોના નામે કરવાનું કૃત્ય ખરેખર ખૂબ ખોટું છે

    દાહોદના સત્તાધીશો દ્વારા જે તે સમયે, જે તે વ્યક્તિ-કાર્યની સ્મૃતિ ચિરંજીવ રહે તેવા શુભાશયથી અપાયેલ વિવિધ માર્ગોના નામ બદલી મોગલોના નામે કરવાનું કૃત્ય ખરેખર ખૂબ ખોટું છે. આ સંદર્ભે અમે જાગૃત નગરજનો, આજે એક મીટીંગ કરી ટૂંક સમયમાં જ તંત્રને આ બાબતે આવેદન આપી આવા તત્વોને શોધી કાઢી સત્વરે કડકમાં કડક સજા ફટકારે તેવી રજૂઆત કરવાના છીએ. વિષ્ણુભાઈ પટેલ, હિંદુ અગ્રણી

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: