દાહોદમાં નવરાત્રીનો શ્રદ્ધા સાથે હરખભેર પ્રારંભ

9 બદલે 8 જ નવરાત્રી હોઈ યુવાધન નિરાશ

  • Dahod - દાહોદમાં નવરાત્રીનો શ્રદ્ધા સાથે હરખભેર પ્રારંભ

    દાહોદના વિવિધ વિસ્તારોમાં મા આદ્યા શક્તિની આરાધનાનું પવન પર્વ નવરાત્રિ બુધવારે રાતથી આરંભાયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે આયોજન થયું છે. તો અનેક વિસ્તારોમાં જાતે જ ઝીલાતા શેરી ગરબાનું પણ આયોજન થયું છે. શહેરના મા શક્તિ નવરાત્રિ મહોત્સવ દ્વારા પણ દાહોદના સ્ટેશન રોડ સ્થિત કેશવ માધવ રંગમંચ ખાતે એક નવરાત્રિ મહોત્સવ યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં યુવાન-યુવતીઓ ઉમટે છે. આ ગ્રુપ દ્વારા ચાર દિવસીય ગરબા વર્કશોપ પણ યોજ્યો હતો. આયોજકો અને વિવિધ ગરબા ગ્રુપ્સ દ્વારા પણ વહેલાસર ગરબાનો પ્રારંભ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.પરંતુ, ખેલૈયાઓએ આગવો મૂડ દર્શાવતા પહેલા દિવસથી જ રાતના 10 ની આસપાસના સમયે ગરબા જામે તેવું લાગ્યું હતું. ખેલૈયાઓના અનન્ય ઉત્સાહની સાથે આ વખતે નવરાત્રિના નવ બદલે આઠ જ દિવસ હોઈ યુવાધનમાં થોડી નિરાશા પણ જોવા મળી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: