દાહોદમાં નદી-જળાશયો તેમજ પૂર જોવા પર પ્રતિબંધ

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 144ની ધારા લાગુ હોય કાયદેસર કાર્યવાહી કરાશે

હાલ દાહોદ જિલ્લાની નદીઓમાં પૂર આવ્યા છે. સાથે, જળાશયોમાં પણ નવા નીર આવ્યાં છે. જોખમી રીતે વહી રહેલી નદીના પૂરને નજીકથી નિહાળવાનું કે જળાશયોમાં ન્હાવા પડવાનું દુઃસાહસ કરવાની બિલ્કુલ જરૂર નથી. કારણ કે, આવું કરનારી વ્યક્તિએ જીવથી હાથ ધોવા પડે એવું પણ બની શકે છે. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, કેટલાક લોકો વરસાદમાં બહાર નીકળી નદીમાં આવતા પૂર જોવા નીકળી પડે છે.

આ ઉપરાંત, જળાશયો ઉ૫ર પણ એકત્ર થઇને લોકો પૂર-પાણીની આવક જોતા હોય છે. આથી ક્યારેક દુર્ઘટના બને છે. સમગ્ર દાહોદ જિલ્લામાં હાલ 144ની કલમ લાગું છે. ત્યારે, આવા સ્થળે કોઇ એકત્ર થતાં જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે. વહેતી નદીમાં ઝાડી-ઝાખરા વહેતા હોય છે, તેથી તેમાં ફસાઇને ડૂબી જવાની શક્યતા રહે છે. આ ઉપરાંત, નદીના પ્રવાહમાં ન્હાવા પડતું એટલે દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન છે. તેમજ જળાશયો પાસે જોખમી રીતે સેલ્ફી લેવાનો પ્રયત્ન આખરી તસવીર બની રહેવાની શક્યતા છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: