દાહોદમાં તાલુકાના 10 સહિત નવા 18 કેસ નોંધાયા, હાલમાં 185 કેસો એક્ટિવ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • આજપર્યંતના કુલ 1136 કેસો પૈકી 892 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

જિલ્લામાં શનિવારે કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. તા.29ને શનિવારે સાંજે જાહેર થયેલ સુચિ મુજબ જિલ્લામાં કુલ મળીને 18 નવા કેસ નોંધાયા હતા. શનિવારે દાહોદ શહેર સહિત જિલ્લાના રેગ્યુલર ટેસ્ટમાં ગોવિંદભાઈ સલાટ, નરેશભાઈ ડામોર, રાજેશભાઈ સલાટ, રાહુલભાઈ સલાટ, પ્રકાશભાઈ શ્રીગોડ અને ફોરમ કોરાટ નામે 6 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા.

તો રેપીડ ટેસ્ટની સૂચિ મુજબ સગુફ્તા શેખ, ઉર્મિલાબેન સોની, મહેન્દ્ર્રભાઈ કોળી, શ્રેયાબેન નાપડે, રોહિતભાઈ માળી, રમેશચંદ્ર પરમાર, તૃપ્તિબેન પરમાર, કમતાબેન નાયક, તારાબેન કથાલિયા, સાનુબેન કથાલિયા, અને પૂનમચંદ રાવલ પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના શહેરો બદલે ગ્રામ્ય વિસ્તારોના કેસ વધી રહ્યાં છે તે ચિંતાની બાબત બનવા પામી છે. જિલ્લામાં શનિવારે જાહેર થયેલ 18 કેસો પૈકી દાહોદ શહેરના 6 દર્દીઓ અને તાલુકાના 4 મળીને 10 કેસ નોંધાયા હતા. તો સાથે ગરબાડાના 5 અને ઝાલોદના 3 કેસ નોંધાયા હતા.

જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ મળીને 1136 કેસ નોંધાયા છે. જે પૈકી શનિવારે ડિસ્ચાર્જ થયેલા 27 લોકો સહિત આજ સુધીમાં 892 લોકોને સાજા થતા ડિસ્ચાર્જ આપવાંમાં આવ્યું છે. અને હાલમાં 185 કેસો એક્ટિવ છે.

દાહોદ-કતવારામાં કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં DDOનું નિરીક્ષણ
દાહોદ જિલ્લામાં કોરોનાને અટકાવવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે દાહોદ અને કતવારા પંચાયતના ધન્વતંરિ રથની મુલાકાત લઇ તેમના દ્વારા ચાલી રહેલી આરોગ્ય તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત કતવારા પંચાયત ખાતે પંચાયત કોરોના સમિતિની બેઠકમાં ભાગ લઇ કોરોના બાબતે જાગૃત રહેવા જણાવ્યું હતું.

કન્ટેઇનમેન્ટ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે દાહોદ અર્બન અને કતવારા પંચાયત ખાતે ચાલી રહેલી આરોગ્ય તપાસણી બાબતે રૂબરૂ મુલાકાત લઇ કામગીરીની માહિતી મેળવી હતી. દર્દીઓની તપાસ, પૂરતો સ્ટાફ છે કે નહિ અને લોકજાગૃકતાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.આ ઉપરાંત તેમણે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા સાથે મળીને કન્ટેઇનમેન્ટ વિસ્તારોની મુલાકાત લઇ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે તથા માસ્ક પહેરે : મામલતદાર
ફતેપુરા તાલુકામાં વધતા જતા કોરોના કેસો ને લઇને તંત્ર મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે વધતા જતા કેસોને અટકાવી શકાય તે હેતુસર ફતેપુરા મામલતદાર, ફતેપુરા પીએસઆઇ, તા.પં.ના અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓની સંયુકત ટીમ બનાવી આજરોજ ફતેપુરામાં મામલતદાર દ્વારા ઓચિંતાની ફતેપુરાની મુલાકાત લેવામાં આવી હતી.

ફતેપુરા મામલતદાર દ્વારા તાલુકામાં વધતા જતા કોરોના કેસોને લઇને નગરમા ભરાતા શનિવારી હાટ પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે. પ્રતિબંધ હોવા છતાં ફતેપુરા બહાર ગામથી આવી શનિવારી હાટ બજાર ભરતા વેપારીઓને મામલતદારે સમજાવીને પરત ઘરે મોકલ્યા હતા. બીજી તરફ ફતેપુરા બજારમાં ધંધો કરતા વેપારીઓની ઓચિંતા મુલાકાત લીધી હતી. મુલાકાત લઇ માસ્ક પહેર્યા વગર ધંધો કરતા વેપારીઓ પાસેથી 14000નો દંડ વસુલ્યો હતો. તંત્ર તરફથી વેપારીઓને સોશિયલ ડીસ્ટન્સ જાળવી માસ્ક પહેરીને ટોળા સ્વરૂપે એકત્ર ન થઇ ધંધો કરવાની અપીલ કરાઇ હતી.

અઠવાડિયામાં સૌથી વધુ વેપારીઓ સંક્રમિત થયા
દાહોદ જિલ્લામાં પખવાડીયામાં મહત્તમ વેપારીઓ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યુ છે. આ મામલે કલેક્ટરે ધંધાદારી લોકોને કોરોના સંદર્ભે દરેક સાવધાનીનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું છે. છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસો જોતા એ જણાય છે કે કરિયાણાના દુકાનદારો, જવેલર્સ, શાકભાજીના વેપારીઓ અને વાળંદ-હેરકટીંગ સલુન ચલાવતા લોકોના ત્યાંથી મોટા પ્રમાણમાં કેસો નોંધાયા છે. ત્યારે દુકાનદારો જેમને બજારમાં, બીજા શહેર કે જિલ્લામાં જવાનું થતું હોય તેઓ સામાજિક અંતરનું અવશ્ય પાલન કરે, માસ્ક ફરજીયાત પહેરે, સેનિટાઇઝર કરે.

સાથે ગ્રાહકોને પણ પાલન કરવા સમજ આપે. જે ગ્રાહકો વધુ સમય રોકાયા હોય તેમના નામ, મોબાઇલ નંબર સહિતની વિગતો સાથેનું લીસ્ટ-રજીસ્ટર બનાવે. જે લોકોને શરદી-તાવ-ઉધરસ સહિતના લક્ષણો જણાય તો તેઓએ તરત નજીકના સરકારી દવાખાનામાં બતાવવું. ઉપરાંત 104 પર ફોન કરી મદદ મેળવાશે. જેટલી જલ્દી સેલ્ફ રિપોર્ટિગ કરશે તો કોરોનાને ઘાતક બનતો અટકાવી શકાશે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: