દાહોદમાં તાલિબાની સજા: ધાનપુરના ખજુરીમાં પ્રેમી સાથે ભાગેલી પરિણીતાના કપડા ફાડી જાહેરમાં અત્યાચાર ગુજાર્યો, ખભા પર પતિને બેસાડી વરઘોડો કઢાયો

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
આ તે કેવી સજા? - Divya Bhaskar

આ તે કેવી સજા?

  • સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી
  • પરિણીતાએ તેના પતિ સહિત 19 ઈસમના ટોળા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં એક પરિણીતાને તાલિબાની સજા આપવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગામની 23 વર્ષીય પરિણીતા પ્રેમી સાથે ભાગી ગઇ હતી. પરિણીતા અને પ્રેમીને પતિ અને સાસરિયાઓ પકડી લાવ્યા હતા અને પરણિતાને ગડદાપાટુનો માર માર્યો હતો. પરિણીતાના કપડાં ફાડી નાંખ્યા હતા અને પતિને પરિણીતાના ખભા પર બેસાડી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે એક્શનમાં આવી હતી.

પોલીસે તપાસ કરતાં વીડિયો ખજૂરી ગામનો હોવાનું સામે આવ્યું
આ બનાવનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે આ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરતાં આ વીડિયો ખજૂરી ગામનો હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ તથા 19 ઈસમના ટોળા વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

23 વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ
દાહોદ જિલ્લામાં માત્ર સ્ત્રી સશક્તીકરણનો મોટી મોટી વાતો થઈ છે, પરંતુ હાલ પણ જૂના રીત-રિવાજો અને કુરિવાજોને પગલે મહિલાઓને ત્રાસ સહન કરવો પડતો હોય છે. ભૂતકાળમાં પણ દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ પર અત્યાચારના બનાવો સામે આવ્યા હતા. ત્યારે આજના વધુ એક બનાવને પગલે દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.

19 લોકોના ટોળાએ પરિણીતા અને તેના પ્રેમીને પકડી ગામમાં લાવ્યાં
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં રહેતી એક 23 વર્ષીય પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી જેમાં આ મામલે ગત તા.6 જુલાઈના રોજ પતિ તથા તેના સાસરિયાંઓ અને ગામના લોકો દ્વારા આ અંગેની અદાવત રાખી તેમને પકડી લાવી ખજૂરી ગામે લઈ આવ્યાં હતાં.

જાહેરમાં પરિણીતાને ગડદાપાટુનો માર મારી કપડાં ફાડી નાખ્યાં હતાં.

જાહેરમાં પરિણીતાને ગડદાપાટુનો માર મારી કપડાં ફાડી નાખ્યાં હતાં.

પરિણીતાને પાછી લાવી તેને ગડદાપાટુનો માર મારી કપડાં ફાડી નાખ્યાં
ખજૂરી ગામે લાવી પરિણીતાને ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ ખેંચતાણ કરી તેનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. આ બાદ પરિણીતાના ખભા ઉપર તેના પતિને બેસાડી તેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

પોલીસે અત્યાચારનો ભોગ બનેલી પરિણીતાની મુલાકાત​​​​​​​ કરી
એક્શનમાં આવેલી પોલીસે આ વીડિયોની તલસ્પર્શી તપાસ હાથ ધરતાં આ વીડિયો ધાનપુર તાલુકાના ખજૂરી ગામનો હોવાનું માલૂમ પડતાં પોલીસે ત્યાં પહોંચી ગઈ હતી અને અત્યાચારનો ભોગ બનેલી પરિણીતાની સાથે મુલાકાત કરતાં ઉપરોક્ત સમગ્ર ઘટનાની જાણકારી તેણે આપી હતી.

પરિણીતાએ તેના પતિ સહિત ટોળા સામે ફરિયાદ નોંધાવી
આ સંબંધે અત્યાચારનો ભોગ બનેલી પરિણીતાએ તેના પતિ દિનેશ કાનિયાભાઈ મછાર, સાસરી પક્ષના અને ગામમાં રહેતા અન્ય પપ્પુ કાનિયાભાઈ, ભરત સવલાભાઈ, રાકેશ સવલાભાઈ, નવલસિંગ કસનાભાઈ, રમેશ ઉર્ફે નન્ન સનિયાભાઈ, મેહુલ સબુરભાઈ મછાર, સબિયા દહરિયાભાઈ, સંજય દિતિયાભાઈ, દિતિયા નાનાભાઈ, મડિયા દિતિયાભાઈ, નવરિયા કસનાભાઈ મછાર, લક્ષ્મણ સબિયાભાઈ મછાર, રણજિત આમલિયા, સબુર નાનાભાઈ, અખિલ મડિયાભાઈ, મનીષ સબિયાભાઈ, વીના બદિયાભાઈ અને પાંઘળા બદિયાભાઈ તમામ જાતે મછાર (તમામ રહેવાસી ખજૂરી, તા.ધાનપુર, જિ, દાહોદ) વિરુદ્ધ અત્યાચારનો ભોગ બનેલી પરિણીતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત ટોળાની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જાણવા મળ્યા અનુસાર, આ બનાવમાં પોલીસે ઉપરોક્ત ટોળા પૈકી કેટલાકની અટકાયત પણ કરી છે, જ્યારે અન્યોની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: