દાહોદમાં ડેકીમાં મૂકેલા રૂપિયા ભરેલી થેલી ચોરાઇ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ

દાહોદના ગોદીરોડ સૈફીનગરમાં રહેતા અને મીસ્કાત ઇન્ડ્રસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં નોકરી કરતાં 41 વર્ષિય અબ્બાસ સૈફ્રુદ્દીન ભાભરાવાલા ગતરોજ બપોરે એચડીએફસી બેન્કમાંથી 26,880 ખાતામાંથી ઉપાડી એવીએટરની ડેકીમાં રૂપિયાની થેલી મુકી અનાજ માર્કેટ ગયા હતા અને ઘઉંના બીલ લઇ તે પણ રૂપિયાની થેલીમાં મુકી ડીકીમાં મુકી એમજીવીસીએલની ઓફીસ ગયા હતા. ત્યાં ઓફીસના ગેટની બહાર ગાડી મુકી બીજા માળે પુછપરછ કરવા ગયા હતા. તે દરમિયાન કોઇ ચોર ડીકીમાંથી 26,800 ભરેલી થેલી કાઢી ચોરી કરી ગયો હતો. ઓફીસમાંથી લાવેલ બીલો મુકવા માટે ડીકી ખોલતાં થેલી જોવા મળી ન હતી. જેથી આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો નહતો. બાદ જાણ કંપનીમાં કરી હતી. આ સંદર્ભે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: