દાહોદમાં જુની પદ્ધતિ બદલી વોર્ડ વાઇસ આરોગ્યની કામગીરીના આદેશ કરાયા

વધારાના 10 કર્મચારી ફાળવ્યા : કામગીરી વધુ અસરકારક બનાવવા પગલું જવાબદારી નક્કી કરાઇ : પહેલાં શહેરને 5 ઝોનમાં…

 • Dahod - latest dahod news 022018

  દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂ અને ચીનકગુનિયાની બૂમો ઉઠી રહી છે. વાયરલ પણ લોકોના પ્લેટલેટ ડાઉન કરવા સાથે હાથ-પગને જકડી રહ્યો છે. ત્યારે આરોગ્યની કામગીરી હજી અસરકારક બનાવવા માટે જુની પદ્ધતિ બદલીને હવે શહેરમાં વોર્ડ વાઇસ કામગીરી કરવાનો આદેશ જારી કરાયો છે. આ ઉપરાંત સબંધિક કર્મચારીની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે.

  મોટા ઘાંચીવાડા વિસ્તાર સહિત દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો બીમાર હોવાની બૂમો ઉઠી રહી છે. શહેરના દવાખાનામાં જ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના લક્ષણો વાળા ઘણા દર્દી દાખલ છે. કેટલાંક વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં આવેલા લોકોના પણ પ્લેટલેટ ઘટવા સાથે તેમના હાથ-પગ જકડાઇ જતાં દહેશતમાં છે.

  …અનુ. પાન. નં. 2

  વોર્ડ વાઇસ કામગીરી કરાશે

  પહેલાં ઝોન વાઇસ કામગીરી કરવામાં આવી હતી. હવે વોર્ડ વાઇસ કામગીરી કરવામાં આવશે. 9 વોર્ડ માટે વિવિધ કર્મચારીઓની જવાબદારી નક્કી કરી છે. પી.જી રાયચંદાની, ચીફ ઓફીસર, દા.ન.પા

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: