દાહોદમાં જમાલી સ્કૂલને કોવિડ-19માં તબદીલ કરવાની માગ

  • સંક્રમિત લોકોને રાખવા માટે આયોજન

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 04:00 AM IST

દાહોદ. શહેરમાં કોરોનાનું સંક્રમણ બેહદ વધ્યુ છે. દરેક વર્ગનો વ્યક્તિ તેનો ભોગ બની રહ્યો છે ત્યારે દાઉદી બોહરા સમાજના સંક્રમિત લોકોને રાખવા માટે જમાલી સ્કુલને કોવિડ સેન્ટર બનાવવા માટેની પરવાનગી માંગતી અરજી કરવામાં આવી છે.

દર્દીઓને સારવાર આપવાની બાંહેધરી પણ આપવામાં આવી
દાઉદી બોહરા જમાઅત અંજુમને મોહંમદી દ્વારા મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને ઉદ્દેશીને કરેલી અરજીમાં જણાવ્યુ હતું કે, દાહોદ શહેરમાં કોવિડ-19નો વ્યાપ વધતો જાય છે. આ રોગનો સંક્રમિત દર્દી દ્વારા ઝડપી ફેલાવો થાય છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાજ્ય સરકાર તેમજ આઇસીએમઆર દ્વારા નક્કી કરાયેલા પ્રોટોકોલ મુજબ પ્રજાજનોને કોવિડ-19 અંતર્ગત આરોગ્યલક્ષી સેવા મળી રહે તે હેતુથી છાપરી ગામમાં જમાલી ઇંગ્લીશ મીડીયમ સ્કુલની બીલ્ડીંગને ડેજીગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલમાં તબદીલ કરવા પરવાનગી માગવામાં આવી છે. આ હોસ્પિટલમાં સરકારના પ્રોટોકોલ મુજબ દર્દીઓને સારવાર આપવાની બાંહેધરી પણ આપવામાં આવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: