દાહોદમાં ગેરકાયદે હથિયારોના વેપલાનો પર્દાફાશ

દેશી પિસ્ટલ, તમંચો જપ્ત કરાયો : મ.પ્રથી વેચવા આવનાર બે સાથે ખરીદનાર પણ ઝડપાયો ધાર જિલ્લાથી બાઇક પર આવ્યા…

  • Dahod - દાહોદમાં ગેરકાયદે હથિયારોના વેપલાનો પર્દાફાશ

    દાહોદના ભીલવાડા તળાવ vો વિનોદ છત્રસિંહ ગણાવા મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં હથિયારો બનાવીને તેનું વેચાણ કરતાં લોકોના સંપર્કમાં આવ્યો હતો. ગેરકાયદે હથિયારો રાખવાના શોખિન ગ્રાહકો શોધીને હથિયારોનું તેમને વેચાણ કરીને બમણો નફો રળવાનો ગોરખધંધો વિનોદે શરૂ કર્યો હતો. કોઇ જોડે ડીલ કરીને હોવાથી હથિયારો લેવા માટે ધાર જિલ્લામાં પહોંચી ગયેલો વિનોદ ગધવાણી તાલુકાના બડખોદરા ટેમરીયાપુર ગામના ગૌરેલાલ જગનસિંહ ડોડવે અને બડીયા ઇડરીયાપુર ગામના રાકેશ દીતા ભંવર સાથે એમપી-11-એમટી-1434 નંબરની અપાચે મોટર સાઇકલ ઉપર બેસીને હથિયારોની ડીલીવરી આપવા માટે શહેરમાં આવી રહ્યો હતો. આ વખતે એલસીબી પીએસઆઇ પી.બી જાદવને મળેલી બાતમીના આધારે ઇ. એસ.પી ડો. કાનન દેસાઇના માર્ગદર્શનમાં શહેરની પુસરી RTO ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. સાંજના 5.45 વાગ્યે પોલીસે ઘેરો નાખીને તેમની પાસેથી પાસેની સ્કુલબેગમાંથી દેશી હાથ બનાવટની પીસ્ટલ અને તમંચો તેમજ બાઇક મળીને કુલ 57 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ હથિયાર ગધવાણીના રાજપાલ અર્જુનસિંગ ચીકલીગર પાસેથી લાવ્યા હોવાનું યુવકોએ કબુલ્યું હતું. એલસીબીના કોન્સ્ટેબલની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

    દાહોદમાં હથિયારોનું વેચાણ કરવા આવતા યુવકો ઝડપાયા. સંતોષ જૈન

    ત્રણેની પુછપરછ ચાલી રહી છે

    હથિયારો સાથે પકડાયેલા ત્રણેની પુછપરછ ચાલી રહી છે. દાહોદનો યુવક વેચવા માટે હથિયારો મંગાવતો હતો. શહેર કે અન્ય જગ્યાએ તેણે કોને-કોને ગેરકાયદે હથિયાર વેચ્યા છે તે તપાસ વેળા ખુલે તેવી શક્યતા છે.પી.બી જાદવ, પીએસઆઇ, એલસીબી

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: