દાહોદમાં ગુરુવારે નવા 31 કેસ નોંધાયા : કુલ 987 પોઝિટિવ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના 14 અને ઝાલોદના 11 વ્યક્તિઓ પોઝિટિવ કેસ નોંધાયા

દાહોદમાં ગુરુવારે નવા વધુ 32 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે સપ્તાહના પ્રથમ ચાર જ દિવસમાં કુલ મળીને 100 કેસ નોંધાવા પામ્યા હતા. તા.20.8.’20 ને ગુરુવારે દાહોદ જીલ્લામાં રેગ્યુલર ટેસ્ટમાં 19 અને રેપીડ ટેસ્ટમાં અન્ય 13 મળી કુલ 32 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા. દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર રેગ્યુલર ટેસ્ટના 1990 અને રેપિડ ટેસ્ટના 234 સેમ્પલો લેવાયા હતા.

જે પૈકી સુચિ મુજબ અભિષેકબેન શરાફ, સોનલબેન શરાફ, ડો હેતલ પ્રજાપતિ, જીગ્નેશ નીમચિયા, ચિરાગ સાંસી, યુવરાજ સાંસી, હીનાબેન સાંસી, રમેશચંદ્ર પઢીયા,સુખાભાઈ વલવાઈ, રાજેશભાઈ અગ્રવાલ, અજયભાઇ ચૌહાણ, અનિતાબેન સાધુ, દુર્ગેશભાઈ ઠક્કર, ,હિતેષભાઇ બારીયા, અશોકભાઈ લખારા, જોશનાબેન લખારા, દિવ્યાબેન લખારા, શાંતાબેન બારીયા અને વિશાલ કુશવાહા રેગ્યુલર ટેસ્ટમાં અને જસ્ટિન પરમાર, પલ્લવી સાધુ, હરીશ ડામોર, રાજેશકુમાર સિદ્ધપુરીયા, તુષાર ધાનકી, રામાભાઈ બામણીયા, આશાબેન છાજેડ, પ્રવીણ ગણાવા, ધીરેન પરમાર, ,રણવીરભાઈ મોરી, નેવાભાઇ વાઘેલા અને નિકુંજકુમાર કડિયા રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ હોવાની જાહેરાત કરવામાં આવી હતા. જેમાં દાહોદના 14, ઝાલોદના 11 અને ઝાલોદ તથા લીમખેડા તાલુકાના 3 -3 વ્યક્તિ મળી કુલ 31 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. દાહોદમાં તા.20 સુધીમાં કુલ મળીને 987 લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. તો તા.19ના રોજ સાજા થયેલા 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

ગાંગરડીમાં પ્રથમ કેસ સામે આવ્યો
ગરબાડા. ગાંગરડીમાં પણ કોરોના પોઝિટિવ નો કેસ સામે આવતા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ગાંગરડી ગામ ટુકીવજુ રોડ ના રહેવાસી જીગ્નેશભાઈ મદનલાલ નિમચિયાનો ઝાયડસ ખાતે રિપોર્ટ લેવાયો હતો.જેઓ પોઝિટિવ આવ્યા હતા. તેમની ટ્રાવેલ્સ હિસ્ટ્રી મા તેમની સાસરી જેસાવાડા ગયા હતા તેમની સાસરીમાં કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા તેમને ગાંગરડી ખાતે હોમ કોરનટાઈન કર્યા હતા. અને તેમનો ટેસ્ટ લેતા તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા.

0


Related News

Comments are Closed

%d bloggers like this: