દાહોદમાં ગત વર્ષ કરતાં 20 ટકા ઓછો વરસાદ
- 2019માં ઓગસ્ટ પ્રારંભે 35.67 ટકા વરસાદ હતો આ વર્ષે માત્ર 15.66 ટકા વરસાદ
- ક્યાંક ઝરમરિયા વરસાદ તારણહાર બન્યાં તો ક્યાંક મોટી થયેલી મકાઇ સુકાવાનું ચાલુ
દિવ્ય ભાસ્કર
Aug 04, 2020, 04:00 AM IST
દાહોદ. દાહોદ જિલ્લામાં મેઘરાજાના રીસામણાએ ખેડુતોને ચિંતામાં મુકી દીધા છે. મેઘાને મનાવવા માટે જિલ્લામાં વિવિધ પ્રકારના મનોરથો કરાઇ રહ્યા છે. ગત વર્ષના ઓગસ્ટ માસની 3 તારીખ કરતાં આ વર્ષે 20 ટકા ઓછો વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં ખેડુતોએ શરૂઆતના વરસાદમાં જ હરખભેર વાવણી કરી દીધી હતી. ત્યાર બાદ ચોમાસુ જામશે તેવી આશા હતી પણ તે ઠગારી નિવડી હતી.
હાલમાં 222050 હેક્ટર જમીનમાંથી 192223 હેક્ટર જમીનમાં ખેડુતોએ વાવણી કરી દીધી છે. ગત 22 જુલાઇથી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો જ ન હોવાથી વાવણી કરનારા ખેડુતોની ચિંતા સ્વાભાવિકપણે વધી છે. કેટલાંક ધારાસભ્યોએ તો જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવાની માગ કરતા પત્રો સરકારને લખ્યા છે. વર્ષ 2019માં ઓગસ્ટના પ્રારંભે જિલ્લાની ઋતુનો 33.67 ટકા વરસાદ વરસી ચુક્યો હતો પરંતુ આ વખતે 3 ઓગસ્ટ સુધી તેની ટકાવારી માત્ર 15.66 જ છે.
ઝરમર વરસાદથી ગ્રોથ અટક્યો નથી
ગતવર્ષની સરખામણીએ હાલ સુધી વરસાદ ઓછો છે. જોકે, દરેક તાલુકામાં ઝરમરિયો વરસાદ થતાં પાકનો ગ્રોથ અટક્યો નથી. હજી હાલ પુરતુ કોઇ ચિંતા જેવુ નથી. >જે.એચ સુથાર,ખેતીવાડી અધિકારી, દાહોદ
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed