દાહોદમાં ગટર ઉભરાતાં સ્ટેશન રોડ ગંદકીથી લથપથ

દુકાનદારો-રાહદારીઓ પરેશાન બન્યા

  • Dahod - દાહોદમાં ગટર ઉભરાતાં સ્ટેશન રોડ ગંદકીથી લથપથ

    દાહોદ શહેર ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને વિવિધ વાયરલ ઇન્ફેકશનધારી દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. મચ્છરજન્ય બીમારીઓ ગંદકીથી થાય છે તે સ્પષ્ટ છે ત્યારે શહેરમાં ગંદકી ના થાય તે તકેદારી તંત્રએ રાખવી જોઈએ તે બદલે શહેરમાં ઠેકઠેકાણે ગંદકીના ઢગ ઓછા થતા નથી ત્યાં સ્ટેશન રોડ ઉપરની નિયતાંતરે ઉભરાતી ગટર મંગળવારે સવારે ઉભરાઈને તેનું ગંદુ પાણી અને તેમની ગંદકી ભરરસ્તે રેલાતા નગરજનો ગંદકીથી હેરાન થઇ જવા પામ્યા હતા. વિવેકાનંદજીની પ્રતિમાની આસપાસ થઈ ગંદકીનો રેલો રતલામી સેવ ભંડાર સુધી પહોંચ્યો હતો. સ્ટેશન રોડના દુકાનદારો અને પસાર થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા બાદમાં તંત્રના સફાઈ કર્મીઓ દ્વારા સઘન સફાઈ હાથ ધરી પુન: સમગ્ર વિસ્તારને સ્વચ્છ કરી દેવામાં આવ્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: