દાહોદમાં ખાલી કરાયેલું કૃત્રિમ તળાવનું પાણી કુદરતી રીતે પાછુ ભરાઇ ગયું !

મચ્છરજન્ય બીમારી માટે કારણભૂત હોવાના આક્ષેપ તંત્ર દ્વારા યોગ્ય જાહેરાત ન થતાં લોકો સમજી શક્યા નહીં

  • Dahod - દાહોદમાં ખાલી કરાયેલું કૃત્રિમ તળાવનું પાણી કુદરતી રીતે પાછુ ભરાઇ ગયું !

    દાહોદ નગર પાલિકા દ્વારા તાજેતરમાં ગણેશ પ્રતિમાઓ અને તાજીયા વિસર્જન માટે અમીન પેટ્રોલ પમ્પ પાસેના ખુલ્લા પ્લોટમાં એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલું. આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય જાહેરાત નહીં થતા અને લોકોને સમજાવી શકવામાં પણ તંત્ર ઉણું ઉતર્યું હોવાની લાગણીને લઈને આ આખો પ્રોજેક્ટ નિષ્ફળતાને વર્યો હતો.

    બાદમાં એક સપ્તાહના અંતે બીજા રવિવારે તંત્ર દ્વારા તળાવને ખાલી કરવાનું કામ શરુ થયું હતું. જે એક સપ્તાહે પૂર્ણ થયું હતું। જો કે ખાલી થયેલ આ કૃત્રિમ તળાવ આ સ્થળ મૂળ છાબ તળાવને અડીને આવેલું હોઈ તેમાં જમીનમાંથી પાણી ઝમીને આવતા પુન: ભરાઈ જવા પામ્યું છે. અહીં ભરાયેલ ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને …અનુસંધાન પાના નં.2

    આજથી પુરણકામ શરૂ કરી દઈશું

    આ તળાવ ખોદવામાં મોટો ખર્ચો થયો છે નગરમાં તેવી વાત ખોટી છે. તંત્રના જ સાધનો હતા અને નગરપાલિકાના જ માણસોએ મહેનત કરી છે. હવે વાત રહી આ કૃત્રિમ તળાવની તો મંગળવારથી જ આ તળાવનું પૂરણ કામ અમે શરુ કરવાના છે. આગામી સપ્તાહ સુધીમાં આ સ્થળ ફરીથી સમથળ બની જશે. અભિષેક મેડા, દાહોદ નગર પ્રમુખ

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: