દાહોદમાં કોરોના બેકાબૂ: વેપારીઓ સાથે બેઠક, કોરોના પોઝિટિવ આવેલા વેપારી-દુકાનદારના કુંટુંબીજનો પણ દુકાન ચાલુ ન રાખવા સૂચન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લામાં કોરોનાના વધતા કેસોને કાબૂમાં લેવા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં જિલ્લાના તેમજ વિવિધ તાલુકાના વેપારી મંડળોના આગેવાનો, વેપારીઓ સાથે જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે તમામ વેપારીઓને સપષ્ટપણે જણાવ્યું કે, જિલ્લામાં નોંધાય રહેલા કોરોનાના કેસોમાં ૫૦ ટકા જેટલા કેસો વેપારીઓ કે તેમની સાથે સંકળાયેલા લોકોના આવી રહ્યાં છે. માટે વેપારીવર્ગ કોરોના સંબધિત માસ્ક સહિતની તમામ તકેદારીઓનું ચુસ્ત પાલન કરે અને જે વેપારીઓ ૪૫ કે તેથી વધુ ઉંમરના છે તેઓ વેક્સિન ઝડપથી લઇ લે.
તેમણે જણાવ્યું કે, ઝાલોદ અને લીમડીમાં કેસો મોટી સંખ્યામાં નોંધાઇ રહ્યાં છે, જેનું મુખ્ય કારણ સામાન્ય લોકો અને વેપારીઓ દ્વારા કોરોનાની સાવચેતી બાબતે બેદરકારી દાખવવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં લોકો માસ્ક પહેરવા, સામાજિક અંતર જેવી બાબતોનું પાલન નથી કરી રહ્યાં. આરોગ્યકર્મીઓને સર્વેલન્સ કે ટેસ્ટીંગ જેવી બાબતોમાં પણ સહકાર નથી મળી રહ્યો એવું જોવામાં આવી રહ્યું છે. આ રીતની બેદરકારી ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. માટે સૌ વેપારીઓ પોતે આ કોરોનાની બધી સાવચેતીઓનું પાલન કરે અને ગ્રાહકોને પણ આ માટે આગ્રહ કરે તે જરૂરી છે.
દરેક વેપારી માસ્ક, સામાજિક અંતર જેવા નિયમોનું ફરજીયાત પાલન કરે જેથી ગંભીર સ્થિતિનું નિર્માણ ન થાય કે કોઇ આકરા પગલા ન લેવા પડે. દુકાનદારોને સંક્રમણની શકયતાઓ સૌથી વધુ છે. માટે સૌથી વધુ તકેદારી તેમણે જ રાખવાની છે. અત્યારે કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે પરંતુ રસીના પ્રથમ ડોઝના છ કે આઠ અઠવાડિયા બાદ બીજો ડોઝ લેવાનો હોય છે અને તેના 15 દિવસ બાદ કોરોના સામેની જરૂરી રોગપ્રતિકારક શક્તિ વ્યક્તિમાં આવે છે. એટલે કે પૂરા બે મહિના જેટલો સમય લાગી જાય છે માટે આ સમયગાળા દરમિયાન અને પછી પણ માસ્ક, સામાજિક અંતર જેવી બાબતોનું ખાસ ચુસ્ત પાલન કરવાનું છે.
કોરોનાના કેટલાંક નવા લક્ષણો પણ જણાઇ રહ્યાં છે જેવા કે, માથાનો દુખાવો, ઉલ્ટી, ડાયેરીયા વગેરે. આવા લક્ષણો જણાઇ તો તરુત જ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાનો રહેશે અને વેપારી વર્ગે સમયાંતરે ટેસ્ટ કરાવતા રહેવું જરૂરી પણ છે, જેથી સંક્રમણ અન્ય સુધી ન ફેલાય. ડોક્ટરો જણાવે છે કે ઘણાં લોકો સાતથી આઠ દિવસ જેટલા મોડા સારવાર માટે આવતા હોય છે પરિણામે વધુ ગંભીર કેસ થઇ જાય છે. માટે નિયમિત ટેસ્ટીંગ કરાવતા રહેવું જોઇએ અને સારવાર પણ ઝડપથી લેવી જોઇએ. જે વેપારીઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે તેઓ જરૂરી સારવાર લે તથા તેમના કુંટુબીજનો 14 દિવસ માટેના હોમ આઇસોલેશનની અનિવાર્ય પાલન કરે અને એ જરૂરી છે કે તેમના ઘરના અન્ય લોકો પણ આ સમયગાળામાં દુકાન ન ખોલે. આ ઉપરાંત વેપારીઓ સંપર્કમાં આવનાર લોકોની વિગતો (રજીસ્ટર) પણ રાખે તે ઘણું જરૂરી છે. કોઇ પણ દુકાનદાર પોઝિટિવ આવે તો તેમના સંપર્કમાં આવેલા લોકોનું પણ ટેસ્ટ કરાવી લેવો એટલો જ જરૂરી છે.
વેપારીઓ કોરોના સંક્રમણને રોકવા માટે પોતાનો સહયોગ આપે એ ખૂબ જરૂરી છે. પોતાના સાથી વેપારીઓ સુધી પણ આ બાબતના સંદેશા મોકલે અને કોરોનાની તમામ સાવચેતીઓનું પાલન કરવા જણાવે. જિલ્લાના વેપારી મહામંડળો પણ આ બાબતે દુકાનદારો અને સામાન્ય માણસને કોરોના બાબતે જાગુત કરે. ઉપરાંત તંત્રને પણ પોતાની સર્વેલન્સ, ટેસ્ટીંગ જેવી બાબતોમાં પૂરતો સહયોગ કરે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed