દાહોદમાં કોરોના પોઝિટિવના 15 નવા કેસદાહોદ તાલુકાના 10 સાથે ઝાલોદના 5 અને ફતેપુરાના 4 દર્દીઓ નોંધાયા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • દાહોદ તાલુકાના 10 સાથે ઝાલોદના 5 અને ફતેપુરાના 4 દર્દીઓ નોંધાયા

દાહોદ જિલ્લામાં શુક્રવારે કુલ મળીને કોરોના નવા 15 કેસો નોંધાયા હતા.તા.28.8.’20 ને શુક્રવારે જાહેર થયેલ સુચિ મુજબ રેગ્યુલર ટેસ્ટના 253 સેમ્પલો પૈકી 4 અને રેપીડ ટેસ્ટના 2002 સેમ્પલો પૈકી 11 કેસ પોઝિટિવ જાહેર થયા હતા. શુક્રવારે રેગ્યુલર ટેસ્ટમાં જ્યોતિબેન સિંગ, છગનભાઇ પરમાર, નિથલેશ ગિરી અને અંગુરબાળાબેન જૈન પોઝિટિવ આવ્યા હતા.

તો રેપીડ ટેસ્ટમાં ઉષાબેન પટેલ, મનુભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, ભરતભાઈ નાયક, અંજનાબેન વાળંદ, કમલભાઈ ભોઈ, સીતાબેન ભગોરા, મનોજભાઈ રાઠોડ, ઉજ્જવલ શેઠ, જેનુદ્દીનભાઈ દુધારવાળા અને અલ્કાબેન વાળંદ પોઝિટિવ આવ્યા હતા. શુક્રવારે જાહેર થેયલ 15 પોઝિટિવ કેસો પૈકી દાહોદ તાલુકાના 9, દેવગઢ બારિયાના 3, ઝાલોદના 2 અને ગરબાડાના 1 દર્દીઓ નોંધાયા હતા. આ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા 28 દર્દીઓ સજા થતા તેમને ડિસ્ચાર્જ .કરવામાં આવ્યા હતા. તો હાલમાં કુલ મળીને 194 એક્ટિવ કેસ હોવાની માહિતી મળી છે.

ગરબાડા તાલુકામાં 3336 ટેસ્ટમાં 67 લોકો સંક્રમિત
ગ્રામ્ય વિસ્તારોમાં હવે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા વધુમાં વધુ ટેસ્ટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી પી.એચ.સી માં પણ રેપિડ ટેસ્ટ લેવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. ગરબાડા તાલુકાની 239531ની વસ્તીમાં 10 આરોગ્ય કેન્દ્રો આવેલા છે. જેમાં પી.એચ.સી દીઠ દરરોજ કોરોનાના એન્ટીજન રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. ગરબાડા તાલુકાની 10 પી.એચ.સી.માં કુલ તા.27 ઓગસ્ટ ગુરૂવાર સુધી 3336 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

જેમાં 67 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા માહિતી આપતા જેમાં 2 વ્યક્તિઓના શંકાસ્પદ કો ઓરબીટ મૃત્યુ પણ થયા હતા. હાલમાં તાલુકામાં 10 એક્ટિવ કેસ છે અને 57 લોકો કોરોનાને મહાત આપી સાજા થયા છે. તાલુકા આરોગ્ય તંત્રના સરાહનીય પ્રયાસથી તાલુકામાં કોરોનાનું સંક્રમણ પણ અટકાવી શકાયું છે. લોકોને જાગૃત કરવા અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે અને ડોર ટુ ડોર સર્વે કરી લોકોના આરોગ્યની પણ ચકાસણી કરી રહી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: