દાહોદમાં કોરોના જાગૃતિ માટે રેલીનું આયોજન

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

આગામી તહેવારોની સિઝનને ધ્યાન રાખતા લોકો દ્વારા કોઈપણ ઢીલ નહીં રાખે તે માટે દાહોદ જિલ્લાના શહેરી વિસ્તારમાં તા.2 નવેમ્બરે જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દાહોદના સંયોજનથી નવજીવન સાયન્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના યુવાનો સાથે જાગૃતતા રેલી કાઢવામાં આવી હતી. જેમાં NSS અને NYKS ના યુવાનો સાથે જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા પોલીસના જવાનો પણ જોડાયા હતા. યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી અજિત જૈન, એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.શ્રેયસ પટેલ, જિલ્લા આરોગ્યતંત્રમાંથી ડૉ.ભાગીરથ બામણીયા અને ડોક્ટર વોહનીયા પણ હાજર રહ્યા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: