દાહોદમાં કોરોનાનો કહેર છતાં અગાઉ કરતાં ઓછા ટેસ્ટ થતાં હોવાની બૂમ, દાહોદમાં 10 નવા કેસ નોંધાયા

  • 5 શહેરના, 5 અન્ય તાલુકાના

દિવ્ય ભાસ્કર

Aug 07, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદમ તા.6ને ગુરુવારે રેગ્યુલર ટેસ્ટમાં 10 કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા. દાહોદ જિલ્લામાં મોકલાયેલા 139 સેમ્પલો પૈકી 10 લોકો પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. ગુરુવારે સાંજે જાહેર થયેલ સૂચી મુજબ કિરીટકુમાર પરમાર, યુસુફભાઈ કુંદાવાલા, ફાતેમાબેન કુંદાવાલા, વિકાસ વર્મા, ચિરાગ ગંગાધરની, હરીભાઈ લખારા, કૌશલ લબાના, શંકરભાઈ પ્રજાપતિ, યશ ત્રિપાઠી અને દિનેશભાઈ દાયરા સહિત 10 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. જે પૈકી 5 દાહોદ શહેરના અને 5 જિલ્લાના અન્ય ભાગોમાંથી કેસ આવ્યા હતા.

સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ દાહોદમાં તા.6 સુધીમાં ગુરુવારના નવા 10 મળીને કુલ 674 લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વધુ 2 દર્દીઓના મૃત્યુ નીપજ્યા હોવા સાથે કુલ 45 વ્યક્તિઓના મૃત્યુની તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી. દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ વિસ્તારોમાં કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓ વધુ સંખ્યામાં જોવાતા હોવા છતાંય તંત્ર દ્વારા અગાઉના 200 થી વધુ ટેસ્ટની સામે ટેસ્ટ કરવાનું પ્રમાણ કેમ ઘટાડી દેવાયું છે તે પ્રશ્ન પણ દાહોદવાસીઓમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.






Related News

Comments are Closed

%d bloggers like this: